Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

પાકિસ્‍તાન દ્વારા નવેમ્‍બરમાં ઉદ્‌ઘાટન પહેલા જ કરતારપુર કોરિડોરનું 90 ટકા કામ પૂર્ણ

લાહોર : પાકિસ્તાને નવેમ્બરમાં ઉદ્ધાટન પહેલા કરતારપુર કોરિડોરનું 90 ટકાનું કામ પુર્ણ કરી લીધું છે. પાકિસ્તાની મીડિયાએ શનિવારે વાતની માહિતી આપતા કહ્યું કે, તેમાં જીરો લાઇનથી ગુરૂદ્વારા સાહેબ સુધી જવા માટે માર્ગ, પુલ અને ઇમારતોના નિર્માણનો સમાવેશ થાય છે. પાકિસ્તાન ખાતેનાં ગુરૂદ્વારામાં દર્શન કરવા માટે ભારતથી પહેલો જત્થો 9 નવેમ્બરે રવાના થશે. પહેલા જત્થામાં કેટલા તીર્થયાત્રીઓ ત્યાં જશે તેની માહિતી નથી.

એક્સપ્રેસ ટ્રિબ્યુનલ અનુસાર નવેમ્બરમાં બાબા ગુરૂનાનક દેવજીની જયંતી પ્રસંગે પાકિસ્તાન તરફથી વડાપ્રધાન ઇમરાન ખાન અને પાકિસ્તાની સેના પ્રમુખ કમર જાવેદ બાજવા કોરિડોરનો શુભારંભ કરશે. કરતારપુર ક્રોસિંગ પાકિસ્તાન ખાતે ગુરૂદ્વારા દરબાર સાહેબને ભારતના પંજાબ ખાતેનાં ડેરા બાબા નાનક સાથે જોડશે. બંન્ને પક્ષો સંચારની એક ચેનલ જાળવી રાખે અને સમજુતીને અંતિમ સ્વરૂપ આપવાની દિશામાં કામ કરવા માટે સંમત થયા છે.

ટેક્નીકલ ટીમે એકવાર ફરીથી મળશે જેથી તેઓ સુનિશ્ચિત થઇ શકે કે કોરિડોર માટે સહજ કનેક્ટિવિટી સમય પર ચાલુ થઇ શકે અને તીર્થયાત્રા વર્ષે નવેમ્બરમાં દર્શન શરૂ કરી શકે. કોરિડોર ચાલુ થયા બાદ ભારતીય શીખ સમુદાયનાં લોકો પાકિસ્તાન ખાતે ગુરૂદ્વારાનાં દર્શન કરી શકશે. પાકિસ્તાને તેનાં માટે તેમને વીમા મુફ્ત યાત્રાની સુવિધા પ્રદાન કરવાની વાત કહી છે. 1947માં બંન્ને દેશોની સ્વતંત્રતા બાદથી તે બે પરમાણુ-સશસ્ત્ર પાડોશીઓ વચ્ચે પહેલું વિજા કોરિડોર પણ હશે.

(4:45 pm IST)