Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

મુંબઈના ભાયદંર રેલવે સ્ટેશને બાળકી સાથે પાટા પર સૂઈને મહિલાએ કર્યો આપઘાત :દૃશ્યો સીસીટીવીમાં કેદ

 

મુંબઇમાં એક મહિલાએ પોતાની બાળકી સાથે સુઇ જઇને આત્મહત્યા કરી લેતા અરેરાટી ફેલાઈ છે ઘટનાનો સીસીટીવી ફૂટેજ આવતા મુંબઇના ભાયદંર રેલવે સ્ટેશનની હોવાનું બહાર આવ્યું છે.

   ભાયદંર રેલવે સ્ટેશન પરના સીસીટીવીમાં મહિલાની બાળકી સાથેની આત્મહત્યાની ઘટના કેદ થઇ ગઇ છે.એક મહિલા રેલવે સ્ટેશન પર ઉભેલી તમને જોવા મળી રહી છે. તેના હાથમાં આશરે ત્રણ વર્ષની બાળકી છે. મહિલા ટ્રેન આવવાની રાહ જોઈ રહી છે. તેવુ દૃશ્યો જોઈને લાગી રહ્યું છે.
મહિલાને જાણે ક્યાંક જવાની ઉતાવળ તે પ્રમાણેના દૃશ્યો દેખાઈ રહ્યા છે... પરંતુ જેવી ટ્રેન નજીક આવે છે. ત્યાંજ મહિલા પ્લેટફોર્મ પરથી નીચે ઉતરે છે અને પાટા પર પોતાની બાળકીને લઈને સુઈ જાય છે. ટ્રેન મહિલા અને બાળકી પરથી પસાર થઈ જાય છે અને કમકમાટી ઉપજાવી દેનારા દૃશ્યો સર્જાય છે.

જોકે, કયાં કારણોસર મહિલાએ પ્રકારનું પગલુ ભર્યું હશે. તે જાણી શકાયુ નથી. પરંતુ દૃશ્યો 3 ઓગષ્ટના હોવાનું જાણવા મળ્યું છે

(1:03 am IST)