Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

પૈસા લઈને એન્કાઉન્ટરના સ્ટિંગથી ખળભળાટ :ડીજીપીએ ત્રણ પોલીસકર્મીઓને કર્યા સસ્પેન્ડ

સત્તાવાર આંકડા મુજબ માર્ચ-2017થી અત્યાર સુધીમાં યુપી પોલીસે કરેલી 1500 અથડામણમાં 400 લોકો ઘાયલ:તપાસમાં એવું બહાર આવ્યું કે કેટલાક ખોટા મામલામાં નિર્દોષ લોકોને ફસાવી તેને બોગસ અથડામણમાં શૂટ કરાઈ છે

લખનૌ :યોગીરાજમાં પૈસા લઈને એન્કાઉન્ટર કરવાના સ્ટિંગ ઓપરેશનથી યુપી પોલીસમાં ખળભળાટ મચી ગયો છે,ડીજીપીએ પૈસા લઈને નકલી એન્કાઉન્ટર કરવાવાળા સ્ટિંગ સામે આવતા આરોપી ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે

  ઉત્તરપ્રદેશના પોલીસવડા ઓમપ્રકાશ સિંહે ત્રણ આરોપી પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાની સાથે મામલાની તપાસના આદેશ આપ્યા છે

  આગ્રાના એએસપી અમિત પાઠકએ ટેપ પર નિર્દોષ નાગરિકોની સાથે નકલી અથડામણ માટે તૈયાર હોવાનું કહેનાર ત્રણ પોલીસ અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરાયા છે.

(12:47 am IST)