Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

ખાલી ખાતાએ બેંકોને બનાવી 'માલામાલ': એક વર્ષમાં વસુલ કર્યા ૫ હજાર કરોડ

મુંબઈ તા. ૬ : દેશના તમામ બેંકોની આવક તેના ખાતાથી થતી હોય છે. જેની પાસે જેટલા વધુ બેંક ખાતા હોય છે અને ખાતામાં વધુમાં વધુ રકમ હોય છે તેની કમાણી સૌથી વધારે છે. પરંતુ દેશમાં એક એવી પણ બેંક છે. જેણે પોતાના ખાલી બેંક ખાતા દ્વારા અંદાજે ૨૫૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા છે. જેણે પોતપોતાના બેંક એકાઉન્ટમાં ન્યૂનત્ત્।મ  બેલેન્સ ન રાખનારા લોકો પાસેથી વર્ષ ૨૦૧૭-૧૮માં ૨,૪૩૪ કરોડ રૂપિયા કમાણી કરી છે. વાસ્તવમાં આ કમાણી એસબીઆઈને દંડ તરીકે થઈ છે. ાપ્ત માહિતી મુજબ, ચાલુ વર્ષે એસબીઆઈએ જે લોકો પોતાના ખાતામાં મિનિમમ બેલેન્સ રાખતા નથી તેમની પાસેથી દંડ વસૂલવાનુ શરૂ કર્યુ હતું. જેનાથી એસબીઆઈને આટલી મોટી આવક શરૂ થઈ છે.

એસબીઆઈની સાથે દેશની બીજી બેંકોની વાત કરીએ તો મિનિમમ બેલેન્સ ન રાખનારા પાસેથી અંદાજે ૫૦૦૦ કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. જે લોકો પોતાના ખાતામાં મિનિમમ બેલેન્સ રાખી શકતા નથી તેના માટે જન-ધન યોજના હેઠળ અંદાજે ૩૦.૮ કરોડ બેસિક સેવિંગ્સ એકાઉન્ટ ખોલ્યા છતાં બેંકો દ્વારા વસૂલાયેલા દંડની રકમ ઘણી વધારે છે. અંદાજે ૩૦ ટકા દંડ ભારતની ૩ મોટી ખાનગી બેંક એકિસસ, એચડીએફસી અને આઈસીઆઈસીઆઈએ વસૂલ્યો છે.(૨૧.૧૦)

કઈ બેંકે વસુલ કર્યો કેટલો દંડ

SBI              ૨,૪૩૪ કરોડ રૂ.

એચડીએફસી     ૫૯૦ કરોડ રૂ.

એકિસસ          ૫૩૦ કરોડ રૂ.

ICICI બેંક        ૩૧૭ કરોડ રૂ.

પંજાબ નેશનલ બેંક     ૨૧૧ કરોડ રૂ.

 

(12:00 pm IST)