Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

ગાવસ્કરે કહ્યું,, ઇમરાનખાનના શપથ સમારોહમાં જવાનું મુશ્કેલ છતાં ભારત સરકાર મંજૂરી આપે તો નિર્ણંય લઈશ

ગાવસ્કર સહીત કપિલદેવને પણ માત્ર ફોન આવ્યો છે;કપિલદેવે કહ્યું સત્તાવાર નિમંત્રણ આવશે તો જઈશ

નવી દિલ્હી ;લિટલ માસ્ટર સુનિલ ગાવસ્કરે કહ્યું કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચની વ્યસ્તતાને કારણે ઇમરાનખાનના શપથ ગ્રહણમાં મારુ જવું મુશ્કેલ છે આ ઉપરાંત હું ભારત સરકારની મજૂરી અને સલાહ લેવા ઈચ્છીશ

   ટીમ ઇન્ડિયાના પૂર્વ સુકાની સુનિલ ગાવસ્કરને પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઇમરાનખાન તરફથી શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા આમંત્રણ મળ્યું છે,ગાવસ્કરે કહ્યું કે ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઇન્સાફના સિનેટર તરફથી મારી પાસે આમંત્રણ આવ્યું છે પૂર્વ પાકિસ્તાની સુકાની ઇમરાનખાન પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનવા જઈ રહ્યાં છે

  ગવાસ્કરે કહ્યું કે મને ઇમરાનખાનના શપથ સમારોહનું આમંત્રણ મળ્યું છે ઈમરાનની પાર્ટી તરફથી ફોન આવ્યો હતો પરંતુ હજુ શપથ સમારોહની તારીખ ફિક્સ થઇ નથી,જયારે તારીખ નક્કી થઇ જશે તો સત્તાવાર નિમંત્રણ આવશે

  જોકે ગાવસ્કરે હજુ જવાનો નિર્ણંય લીધો નથી ગાવસ્કરે કહ્યું કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજા ટેસ્ટમેચની વ્યસ્તતાને કારણે જવું મુશ્કેલ છે આ ઉપરાંત ભારત સરકારની મંજરી અને સલાહ લેવા ઈચ્છીશ ત્યારબાદ કોઈ નિર્ણય લઈશ સરકાર મંજૂરી આપશે તો જઈ પણ શકું છું

   જયારે કપિલદેવે કહ્યું કે મને આમંત્રિત કરાયો છે પરંતુ લેખિતમાં નહીં,મને તેની તિમાંથી ફોન આવ્યો હતો પરંતુ મને હજુ કોઈ મેલ મળ્યો નથી,જો મને સત્તાવાર આમંત્રણ મળશે તો હું જઈશ

(12:00 am IST)