Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

ઉત્તર પ્રદેશના મુગલસરાય સ્ટેશનનું નામ બદલાયું : હવે પંડિત દીનદયાલ ઉપાધ્યાય જંક્શનથી ઓળખાશે

રેલ્વે સ્ટેશનને કેસરિયા રંગમાં રંગાયું : પરિસરમાં પ્રવેશવા અને નિકળવાના માર્ગના સાઇનબોર્ડની સાથે પ્લેટફોર્મનાં નામ પણ બદલાયા

લખનઉ: ઉત્તરપ્રદેશના મુગલસરાય જંક્શનનું નામ બદલી પંડિત દીનદયાલ ઉપાધ્યાય કરાયું છે મુગલસરાય સ્ટેશન હવેથી પંડિત દિનદયાલ ઉપાધ્યાયના નામથી ઓળખાશે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ  શાહે મુગલસરાયમાં સત્તાવાર રીતે તેની શરૂઆત કરી હતી આ પ્રસંગે રેલ્વે મંત્રી પીયૂષ ગોયલ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા 

    રેલ્વે સ્ટેશનને કેસરિયા રંગમાં રંગાયું છે અને પરિસરમાં પ્રવેશવા અને નિકળવાના માર્ગના સાઇનબોર્ડની સાથે-સાથે પ્લેટફોર્મનાં નામ પણ બદલવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વિચારક દીનદયાલ ઉપાધ્યાય ફેબ્રુઆરી, 1968માં મુગલસરાય રેલ્વે સ્ટેશન પાસે શંકાસ્પદ અવસ્થામાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. 

    ઉત્તરપ્રદેશ સરકારે આ વર્ષે જુનમાં મુગલસરાય રેલ્વે સ્ટેશનનું નામ દીનદયાલ ઉપાધ્યાયનાં નામે રાખવાનો નિર્ણય લીધો હતો. મંત્રિપરિષદની બેઠકમાં મંજુરી બાદ આ પ્રસ્તાવને રેલ્વે મંત્રાલય પાસે મોકલી આપવામાં આવ્યો હતો

   . કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ અમિતભાઈ  શાહે લોકોને સંબોધિત કરતા કહ્યુ કે, આજે પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની સ્મૃતિમાં મુગલસરાયમાં જે વિકાસ કાર્યોની શરૂઆત થઇ છે, તેના માટે હું ઉત્તરપ્રદેશની યોગી સરકાર અને કેન્દ્રની મોદી સરકારનો આભાર માનું છું

(12:00 am IST)