Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહીના પગલે 3,500 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી :પ્રશાસનના અધિકારીઓને જરૂરી સાવચેતી રાખવા અને કોઈ જાન-માલનું નુકસાન ન થાય તે સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો

મુંબઈમાં સોમવાર રાતથી ભારે વરસાદનો ખતરો હજુ ટળ્યો નથી. હવામાન વિભાગ (IMD)એ આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે આગામી 24 કલાકમાં મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ)ની આગાહી કરી છે.દરમિયાન, સમગ્ર મહારાષ્ટ્રમાં પૂરની સંભાવના અને સંવેદનશીલ સ્થળોએથી 3,500 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ અંગે માહિતી આપી અને અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી. તેમજ રાજ્ય પ્રશાસનના અધિકારીઓને જરૂરી સાવચેતી રાખવા અને કોઈ જાન-માલનું નુકસાન ન થાય તે સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે.

રાજ્યમાં સતત બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે મુંબઈ સહિત મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે. ઘણા વિસ્તારોમાં રસ્તાઓ અને ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. લોકોને ટ્રાફિક અને જામની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે ભારે વરસાદને કારણે ટ્રેનોની અવરજવરને પણ અસર થઈ હતી. તેને ધ્યાનમાં રાખીને NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. ઘણી રાહત અને બચાવ ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે

 

(7:37 pm IST)