Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

બોસે કર્મચારીના ગુપ્તાંગ ઉપર સેનેટાઇઝર છાંટ્યું

માલિકે કર્મચારીનું અપહરણ કરીને માર પણ માર્યો : દિલ્હીમાં ફસાઈ ગયેલા મેનેજરે પૈસા વાપરી નાખ્યા હતા

પૂણે, તા. : કંપનીના પૈસાના ખર્ચ અંગેના વિવાદમાં કંપનીના માલિકે કર્મચારીનું અપહરણ કરીને તેના ગુપ્તાંગ પર સેનિટાઇઝર છાંટીને ઢોરમાર માર્યો છે. ૩૦ વર્ષના કર્મચારીએ આરોપ મુકયો છે કે તેના બોસે અન્ય બે લોકો સાથે મળીને તેને કિડનેપ કરીને સતામણી કરી હતી. લોકડાઉન દરમિયાન દિલ્હીમાં રોકાવવા દરમિયાન કંપનીના પૈસાના ખર્ચ મામલે વિવાદ સરજાયો હતો. પૌડ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે કથિત ઘટના ૧૩ જૂન અને ૧૪ જૂન વચ્ચેની છે. ફરિયાદી કંપનીમાં મેનેજર તરીકે કામ કરે છે. કર્મચારી માર્ચમાં ઓફિસના કામથી દિલ્હી ગયો હતો. પરંતુ કોરોનાને કારણે લોકડાઉન થતાં તે અહીં ફસાઇ ગયો હતો. તે અહીં એક લોજમાં રોકાયો હતો અને ઓફિસમાંથી મળેલા પૈસા ખર્ચી નાખ્યા હતા.

       અધિકારીએ એફઆઇઆરના હવાલાથી જણાવ્યું કે સાત મેના રોજે પૂણે પાછા ફર્યા બાદ તે કર્મચારીના બોસે તેને એક હોટેલમાં ૧૭ દિવસ સુધી ક્વોરેન્ટાઇન થવાનું કહ્યું હતું. પછી ૧૩ જૂનના રોજે કંપનીના માલિક અને તેના સહયોગીઓએ તેની પાસેથી લોકડાઉનમાં થયેલાં ખર્ચના પૈસાની માગણી કરી હતી. તેણે પૈસા આપવાનો ઇનકાર કરતાં કર્મચારીને કારમાં નાખીને લઇ ગયા હતા અને તેને બાંધીને ફટકાર્યો હતો. પછી તેના ગુપ્તાંગ પર સેનિટાઇઝરનો છંટકાવ કરીને તેની સતામણી કરી હતી.

(10:01 pm IST)