Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

દિલ્હી કન્ટેન્ટમેન્ટ ઝોનમાં બનેલ કોવિડ હોસ્પિટલની મુલાકાતે અમિતભાઇ-રાજનાથસિંહ

રાજધાની દિલ્હીમાં કોરોના કેસ સતત વધી રહયા છે. કેસની સંખ્યા ૧ લાખ થઇ છે. ત્યારે ગૃહમંત્રી અમિતભાઇ અને રક્ષામંત્રી રાજનાથસિંહે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં બનેલ કોવિડ-૧૯ હોસ્પિટલની મુલાકાત લીધેલ. આ હોસ્પિટલ ૧૨ દિવસમાં તૈયાર કરાઇ છે. જેમાં ૨૫૦ આઇસીયુ સહિત ૧ હજાર બેડ છે. અમિતભાઇએ જણાવેલ કે  નરેન્દ્રભાઇ દિલ્હીવાસીઓની મદદ કરવા પુરી રીતે પ્રતિબધ્ધ છે. આ કોવિડ હોસ્પિટલ તેમની દ્રઢ ઇચ્છાશકિતને દર્શાવે છે. તેમની સાથે સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન, રાજયમંત્રી રેડ્ડી, મુખ્યમંત્રી કેજરીવાલ અને ડીઆરડીઓ ચેરમેન જી સતીશ રેડ્ડી પણ હાજર રહેલ.

(4:30 pm IST)