Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

આજથી ઐતિહાસિક કુંભલગઢનો કિલ્લો ખુલ્લો મુકાયોઃ પર્યટકો આવી શકશે

કુંભલગઢ તા. ૬ :.. રાજસ્થાનનો વિશ્વ પ્રસિધ્ધ અને ઐતિહાસિક કુંભલગઢ કિલ્લો પર્યટકો માટે આજથી ખુલ્લો મુકાયો છે, હવે ત્યાં પર્યટકો આવી શકશે. વિશ્વ વિરાસત ગણાતો કુંભલગઢનો આ કિલ્લો કોરોનાને કારણે ૩II મહિના બંધ હતો તે આજથી ખુલ્લો મુકાયો છે. ભારતીય પુરાતત્વ વિભાગના સિધ્ધાર્થ વર્માએ બતાવ્યું હતું કે, આજથી તમામ નિયમોના પાલન સાથે કિલ્લો ખૂલ્લો મુકાયો  છે. માસ્ક-સેનેટાઇઝર-સોશ્યલ ડિસ્ટન્સ સહિતના નિયમો ફરજીયાત અમલમાં મૂકાયા છે, કિલ્લો ખૂલ્લો મુકાતા પર્યટન વ્યવસાયમાં ઉછાળો આવશે તેમ અધિકારીઓ માની રહયા છે.

(2:45 pm IST)