Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

અમેરિકા પાસેથી ભારત ખરીદશે મિસાઇલ અને પ્રીડેટર-બી ડ્રોન

LAC પર ભારે તણાવ વચ્ચે સેનાની તાકાતમાં વધારો કરશે ભારત

નવી દિલ્હી તા. ૬ : પૂર્વ લદાખમાં LAC પર ભારત અને ચીનની વચ્ચે ઘર્ષણ સતત ચાલુ છે. અત્યાર સુધી બંને દેશોની વચ્ચે વાતચીતનું કોઈ પરિણામ નથી આવ્યું. આ દરમિયાન અહેવાલ છે કે ભારતે સરહદ પર ઊભી થયેલી સ્થિતિને જોતાં અમેરિકા પાસેથી પ્રીડેટર-બી ડ્રોન અમેરિકા સાથે ચાલી રહી છે વાતચીત - અહેવાલ મુજબ, અમેરિકાએ ભારતને 30-C ગાર્ડિયન વેચવાની રજૂઆત કરી છે. તેનો કિંમત ચાર અબજ ડોલરની આસપાસ છે.

પરંતુ સરહદ પર ઊભી થયેલી સ્થિતિને જોતાં ભારતને લાગે છે કે સર્વેલન્સ અને ટાર્ગેટ પર હુમલો બંને ચીજો માટે એક જ ડ્રોનનો ઉપયોગ કરવો યોગ્ય હશે અને પ્રીડેટર-બી ડ્રોન આ બંને કામ કરી શકે છે. આ સોદા માટે ઈન્ડિયન નેવી અને આર્મી બંને અમેરિકા સાથે વાતચીત કરી રહ્યા છે. ખરીદવાની ઈચ્છા વ્યકત કરી છે. આ એક એવું ડ્રોન છે જે ઇન્ટેલિજન્સ માહિતી એકત્ર કરે છે ઉપરાંત કોઈ ટાર્ગેટ પર મિસાઇલ અને લેજર ગાઇડેડ બોમ્બથી પણ હુમલો કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ડ્રોનનો ઉપયોગ કરીને અમેરિકાએ ઈરાની કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીને ઢાળી દીધો હતો.

અમેરિકા ભારતને પ્રીડેટર-બી ડ્રોન આપવા તૈયાર છે પરંતુ અમેરીકા હથિયાર સોદાના મુદ્દે હાલમાં ભારતથી થોડું નારાજ છે. સૂત્રો મુજબ અમેરિકાની નારાજગી એ વાતને લઈેન છે કે ભારતે S-400 મિસાઇલ સિસ્ટમ રશિયા પાસેથી કેમ ખરીદી. અમેરિકાને એ વાતનો ડર છે કે જમીનથી હવામાં વાર કરનારી મિસાઇલ સિસ્ટમ ભારતથી મોસ્કો સુધી પહોંચી શકે છે. નોંધનીય છે કે, ચીન પહેલા જ રશિયા પાસેથી S-400 મિસાઇલ લઈ ચૂકયું છે.

હાલના સમયમાં લદાખમાં ભારત ઈઝરાયલી હેરોન ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું છે. આ ડ્રોન હથિયાર વગરનું છે. જયારે ચીનની પાસે વિંગ લૂંગ II ડ્રોન છે. જેમાં ખતરનાક હથિયાર લાગેલા છે. ચીનના આ ડ્રોન પાકિસ્તાનને આપવાની તૈયારીમાં છે. પાકિસ્તાન એરફોર્સે ૪૮ ડ્રોન માટે ચીનની સાથે કરાર કર્યા છે. વિંગ લૂંગ II ડ્રોનમાં હવાથી જમીન પર વાર કરનારી ૧૨ મિસાઇલ લાગેલી છે. હાલ લીબિયાના સિવિલ વોરમાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

પ્રીડેટર-બી ડ્રોનને MQ-9 પણ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ અમેરિકન એરફોર્સ કરે છે. આ ડ્રોન હથિયારોની સાથે ચાર લેઝર ગાઇડેડ એર ટૂ ગ્રાઉન્ડ હેલફાયર મિસાઇલોથી સજ્જ છે. જે ચોક્કસ નિશાન સાધે છે અને આસપાસ ખૂબ ઓછું નુકસાન કરે છે. તે પોતાની સાથે ૪,૭૬૦ કિલોગ્રામ વજનને લઈ ૨૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. આ ડ્રોનનો ઉપયોગ વોચ રાખવા, તલાશી અભિયાન ચલાવવા અને રાહત-બચાવ મિશનમાં પણ કરવામાં આવી શકે છે.(૨૧.૨૩)

LAC પર ભારત સાથે વિવાદ વચ્ચે પાકિસ્તાનને ૪ એટેક ડ્રોન આપશે ચીન

ચીને કહ્યું કે તે ચીન પાકિસ્તાન - આર્થિક રીતે અને પોર્ટ પર પીપુલ્સ બિલબેશન આર્મી નેવીના નવા બેસની રક્ષા કરવા માટે ચાર શસ્ત્ર ડ્રોન પાકિસ્તાનને સપ્લાઇ કરવાની પ્રક્રિયા કરી રહ્યું છે.

(2:42 pm IST)