Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ભારતીય સેનાના જડબાતોડ જવાબમાં ૪ પાક. સૈનિક ઠાર

પાકિસ્તાને બાલાકોટ, મેંઢર સેકટરમાં ચોકીઓ અને રહેણાંક વિસ્તારમાં મોર્ટાર દાગ્યા હતા

રાજૌરી તા. ૬ : જમ્મુ - સંભાગના પૂંછ જિલ્લાના બાલાકોટ અને મેંઢર સેકટરમાં પાકિસ્તાની સેનાએ ગઇકાલે મોડી રાતે જવાબી ચાર પાક સૈનિકના મોત થયા છે. અને કેટલાકને ઇજા થઇ છે. કેટલીક પાક. ચોકીઓને પણ નુકસાન પહોંચ્યું છે. બીજીબાજુ એલઓસીની નજીક દરેક રસ્તામાં જવાનોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યા છે. પાક. સેના ત્રાસવાદીઓની ઘુસણખોરી કરાવા માટે ગોળીબારી કરે છે. સાંજે સાત વાગ્યે અચાનક બાલાકોટ, મેંઢર સેકટરમાં અગ્રિમ ચોકીઓ અને રહેવાસી ક્ષેત્રોમાં ૧૨૦ એમએમ મોર્ટાર દાગવાનું શરૂ કરી દીધા છે.

ભારતે પણ જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. ત્યારબાદ સરહદ પારથી ગોળીબારી થતી જોવા મળી છે. મોડી રાતે પાક. સેના સતત મોર્ટાર શેલ દાગવા લાગી. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય સેનાએ બંને સેકટરોમાં મોડી રાતે ભારે ગોળીબારી શરૂ કરી. જેમાં પાક. સેના એક સુબેદાર સહિત ચાર સૈનિક માર્યા ગયા. છથી વધુ સૈનિકને ઇજા થઇ છે અને ચોકીઓમાંથી અનેક એમ્બ્યુલન્સના આંટાફેરા જોવા મળ્યા.

જમ્મુ સંભાગના પૂંછ જિલ્લાના બાલાકોટ અને મેંઢર સેકટરમાં પાકિસ્તાની ગોળીબારી કરી અને કેટલીક પાક ચોકીએ નુકસાન પહોંચ્યું છે.

(11:36 am IST)