Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

કોરોનાનો કહેર યથાવતઃ ૨૪ કલાકમાં ૨૪૨૪૮ નવા કેસઃ ૪૨૫ના મોતઃ કુલ મૃત્યુઆંક ૧૯૬૯૩

દેશમાં કુલ કેસની સંખ્યા વધીને ૬૯૭૪૧૩ થઈ

નવી દિલ્હી, તા. ૬ :. ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૪૨૪૮ નવા પોઝીટીવ કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન ૫૨૫ લોકોના મોત થયા છે.  સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ સાથે જ ભારતમાં હવે કોરોના વાયરસના કુલ ૬૯૭૪૧૩ કેસ થઈ ગયા છે. આમાથી ૪૨૪૪૩૩ લોકો સાજા થયા છે અથવા તો હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે તો કોવિડ-૧૯થી અત્યાર સુધીમાં ૧૯૬૯૩ લોકોના મોત થયા છે.

આઈસીએમઆરના જણાવ્યા પ્રમાણે પરીક્ષણ કરવામાં આવેલા કુલ સેમ્પલની સંખ્યા ૯૯૬૯૯૬૬૨ છે.

મહારાષ્ટ્રમાં ૨ લાખથી વધુ કેસ આવ્યા છે અને ૮૮૨૨ લોકોના મોત થયા છે. એકટીવ કેસ ૮૬૦૦૦થી વધુ છે. તામીલનાડુમાં ૧ લાખ ૧૧ હજારથી વધુ કેસ છે અને ૧૫૧૦ લોકોના મોત થયા છે. દિલ્હીમાં પણ ૧ લાખથી વધુ કેસ છે અને ૩૦૦૦થી વધુના મોત થયા છે.

(11:00 am IST)