Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

કોરોના વેકસીન

ICMRના દાવાને નકારતા સરકારે કહ્યું ૨૦૨૧ પહેલા રસી આવે તેવી શકયતા નથી

આઈસીએમઆરે અગાઉ ૧૫ ઓગસ્ટ સુધીમાં કોરોનાની રસી મળતી થશે તેવો દાવો કર્યો હતો

નવી દિલ્હી, તા.૬: કોરોના વાયરસની રસીને લઈને આઈસીએમઆરે કરેલા દાવા પર કેટલાક લંગઠો તેમજ વિપક્ષે પ્રશ્નો ઉઠાવતા, હવે વિજ્ઞાન મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ૨૦૨૧ પહેલા દેશમાં કોરોના વાયરસની વેકસીન આવે તેવી સંભાવના નથી જણાતી. આઈસીએમઆરે દાવો કર્યો હતો કે ૧૫ ઓગસ્ટ સુધીમાં દેશમાં કોરોનાની રસી બજારમાં આવી શકે છે અને તેનો ઉપયોગ કરવાની શરૂઆત પણ થઈ શકે છે. જે તે સમયે પસંદગીની હોસ્પિટલ્સ અને સંસ્થાઓને ટ્રાયલ પ્રક્રિયા ઝડપી બનાવવા પણ નિર્દેશ આપ્યા હતા. આ મામલે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું કે ૧૪૦ વેકસીનમાંથઈ ૧૧ હ્યુમન ટ્રાયલ માટે તૈયાર છે પરંતુ આગામી વર્ષ સુધી મોટાપાયે તેનો ઉપયોગ થવાની સંભાવના ઘણી પાતળી લાગી રહી છે.

પ્રવર્તાન સમયે ૧૧ જેટલી રસી હ્યુમન ટ્રાયલ્સના તબક્કા માટે તૈયાર છે જે પૈકી ભારતમાં બે રસી તૈયાર થઈ છે. એક વેકસીન આઈસીએમઆર અને બાયોટેકના સંયુકત ઉપક્રમે તૈયાર થઈ છે જયારે બીજી રસી ઝાયડસ કેડિલાએ વિકસાવી છે. મંત્રાલયે રવિવારે  જણાવ્યું હતું કે ભારતીય છે જેટલી કંપનીઓ રસી વિકસાવવા પર કામ કરીર હી છે. આઈસીએમઆરની વેકસીન પણ હ્યુમન ટ્રાયલ માટે તૈયાર છે અને તેને નિયમન મંજૂરી મળી ગઈ છે.

કોરોના માટેની રસી અંધારી ગુફામાં પ્રકાશના એક કિરણ સમાન છે. ભારત કોરોના રસી વિકસાવવા માટે એડવાન્સ સ્ટેજમાં છે જે સારી બાબત છે તેમ વિજ્ઞાન મંત્રાલયે જણાવ્યું હતું. યુનિસેફને પણ ૬૦ ટકા રસીનો જથ્થો ભારત દ્વારા પુરો પાડવામાં આવે છે.

આઈસીએમઆરે ૧૫ ઓગસ્ટ સુધીમાં રસી બજારમાં આવશે તેવો દાવો કર્યો તેના એક દિવસ બાદ વિજ્ઞાની અને ટેકનોલોજી ડેવલપમેન્ટ કાઉન્સલ સીએરઆઈર-સીસીએમબીના ટોચના અધિકારીએ જણાવ્યું કે આ પ્રક્રિયા અંતર્ગત અનેક પરિક્ષણ કરવામાં આવે છે અને તેને પગલે જ એક વર્ષ પહેલા વેકસીન બજારમાં લાવવી સંભવ નથી.  

એમસીપી મહાસચિવ સીતારામ યેચુરીએ આઈસીએમઆર પર આક્ષેપ કર્યો કે રસી બનાવાવમાં ઉતાવળ એટલા માટે કરવામાં આવી રહી છે કે ૧૫ ઓગસ્ટના વડાપ્રધાન તેની જાહેરાત કરી શકે. તેમણે વધુમાં ઉમેર્યું કે રસી બનાવવામાં જરૂરી આંતરાષ્ટ્રીય માપદંડનોનું પાલન નથી કરવામાં આવી રહ્યું.

આઈસીએમઆરે આ મામલે જણાવ્યું કે દુનિયાભરમાં ટ્રાયલ માટે ફાસ્ટટ્રેક વિકલ્પો અપનાવવામાં આવી રહ્યા છે. જેમાં પ્રાણીઓ અને માનવ પર સાથે જ ટ્રાયલ કરવામાં આવે છે. બાબુશાહી આમાં અવરોધ ના બને તે માટે આ આદેશ કરાયો હતો. કોરોનાની રસી વહેલી તકે લોકોને ઉપલબ્ધ થઈ શકે તે માટે માત્ર ફોર્માલિટી નથી કરવામાં આવી રહી પરંતુ વૈજ્ઞાનિક ઢબે કામ થઈ રહ્યું છે તેમ આઈસીએમઆરે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું.

(10:22 am IST)