Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

મોડીરાત્રે ઉત્તરકાશીમાં 3,1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો :લોકો ઘરની બહાર દોડ્યા

મુખ્ય કેન્દ્ર બિંદુ ઉત્તરકાશીથી આશરે 5 કિલોમીટરના અંતરે

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મોડીરાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા છે. અચાનક ફરીવાર આવેલ ભૂકંપને પગલે લોકો પોતાના ઘરમાંથી બહાર રસ્તા પર દોડી આવ્યા હતા.

 મળતી વિગત મુજબ ભૂંકપ મોડી રાતે અનુભવાયો હતો. ભૂંકપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 માપવામાં આવી છે. જેનું મુખ્ય કેન્દ્ર બિંદુ ઉત્તરકાશીથી આશરે 5 કિલોમીટરના અંતરે નોંધવામાં આવ્યુંછે

   આપત્તિ નિયંત્રણ રૂમ દ્વારા આ ભૂકંપને પગલે કોઇપણ પ્રકારની જાનહાની થઇ હોવાનું જાણવા મળ્યું નથી. ઝોન-5માં પડનારા ઉત્તરકાશી ભૂકંપની દૃષ્ટીએ ખુબ જ સંવેદનશીલ માનવામાં આવે છે

  અત્રે ઉલ્લખનીય છે કે તાજેતરમાં જ પિથૌરગઢમાં પણ 3.8ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. આ આંચકાની તીવ્રતા વધુ નહીં હોવાને કારણે તેની કોઇ ખાસ અસર જોવા મળી હતી.

(12:37 am IST)