Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

ઇઝરાયેલના દરિયાકાંઠે પહોંચ્યો જેલી ફિશનો ઉપદ્રવ : પ્રવાસીઓમાં નિરાશા ;પર્યટન વ્યાવસાયિકો પરેશાન

લાખો જેલી ફિશે પોતાની સફર ઇઝરાયલનાં દરિયા કિનારા તરફ ચાલુ કરી

ઇઝરાયલના દરિયાકાંઠે જેલી ફિશની પરેશાની જોવાઈ છે લાખો જેલી ફિશે પોતાની સફર ઇઝરાયલનાં દરિયા કિનારા તરફ ચાલુ કરી છે. તટ પર જેલી ફિશ આવવાને કારણે રજાઓ માણવા પહોંચેલા પ્રવાસીઓમાં નિરાશા ફેલાઈ છે જયારે પર્યટન સંબંધિત વ્યવસાય સાથે જોડાયેલ લોકોને પરેસાની વધી છે લાઇફગાર્ડ તૈરવૈયાઓને પણ સાવધાની રાખવા માટે નિયમો આપવામાં આવ્યાં છે.

    જેલી ફિશ કોઇ માછલી નથી. જેલી ફિશ એક કરોડવગરનું પ્રાણી છે. જે ડંખ મારીને શિકારને પકડે છે. તેઓ ઘરતી પર 500 મિલિયનથી વધારે વર્ષોથી છે. જેલી ફિશ સમુદ્રો અને મહાસાગરોમાં રહે છે.

જેલી ફિશની શરૂઆતનો હિસ્સો પારદર્શક બલૂન જેવો દેખાય છે. આ બલૂન જેવા ભાગના કારણે જ તે પાણીમાં તરી શકે છે. આ માછલીના પગના સ્થાને કાંટાળો લાંબો અવયવ હોય છે જેના દ્વારા તે કરડી શકે છે. આ અવયવ 7થી 8 ઇંચ સુધી વિકસી શકે છે. તેના કાંટામાં ઝેર હોય છે તેના કરડવાથી કોઈ ગંભીર સમસ્યા થતી નથી, પરંતુ આપણી ત્વચા સંવેદનશીલ હોવાના કારણે ખૂબ જ દુખાવો થાય છે. કેટલીક જેલી ફિશનો ડંખ ઝેરીલો હોય છે.

   દરિયાકાંઠે રેતીમાં પડેલી કે પાણીમાં દેખાતી જેલી ફિશને પ્રવાસીઓએ અડકવી નહીં. રેતીમાં જેલી ફિશના કરડવાથી દુખાવો થાય કે સોજો ચડે, તો ગભરાવું નહીં પરંતુ તાત્કાલિક દરિયાનું પાણી લગાડી દેવું જોઈએ. પાણીમાં જો જેલી ફિશ કરડે તો પાણીમાંથી બહાર નીકળી જવું જોઈએ. કારણ કે પાણીમાં બીજી પણ જેલી ફિશ હોવાની શક્યતા છે અને તે કરડી શકે છે.

(10:39 pm IST)