Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

કર્ણાટકમાં રાજકીય સંકટ ;બળવાખોર 10 ધારાસભ્યોને ચાર્ટર પ્લેન મારફત મુંબઈ રવાના :ત્રણ હજુ પણ બેંગલુરુમાં રોકાયા

દિલ્હીમાં કોંગ્રેસની ઇમર્જન્સી બેઠક :દિગ્ગજ નેતાઓ મિટિંગમાં પહોંચ્યા ;જબરી ઊથલપાથલના એંધાણ

 

નવી દિલ્હીઃ કર્ણાટકમાં કોંગ્રેસ-જેડી(એસ) ગઠબંધન સરકાર પર સંકટ ઘેરું બન્યું છે બંને પક્ષના 14 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે જોકે રાજીનામાનો હજુ સુધી વિધાનસભા સ્પીકર દ્વારા સ્વીકાર કરાયો નથી,

 કોંગ્રેસના ધારાસભ્યો સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવાની માગ કરી રહ્યા છે, જયારે જેડીએસના ધારાસભ્યો આરોપ લગાવી રહ્યા છે કે, આ ગઠબંધન જનતાની અપેક્ષાઓ પુરું કરી શક્યું નથી. હવે બળવાખોર ધારાસભ્યોને બેંગલુરુથી ચાર્ટર્ડ પ્લેન મારફતે મુંબઈ લઈ જવાઈ રહ્યા છે.

 રાજીનામું આપનારા 14 ધારાસભ્યોમાંથી 10 ધારાસભ્ય બેંગલુરુમાં આવેલા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટડ(HAL)ના એરપોર્ટ પર પહોંચ્યા હતા.  તેઓ એક ચાર્ટર્ડ વિમાન દ્વારા મુંબઈ આવવા માટે રવાના થયા છે. કોંગ્રેસ અને જેડીએસના કુલ 10 ધારાસભ્યો બેંગલુરુથી મુંબઈ જવા માટે નિકળી ચૂક્યા છે. જ્યારે કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય રામલિંગા રેડ્ડી, એસ.ટી. સોમશેખર અને મુનિરત્ના હજુ પણ બેંગલુરુમાં જ છે. 

  દરમિયાન સંકટમાં ઘેરાઈ ગયેલી કોંગ્રેસે દિલ્હીમાં  ઈમરજન્સી બેઠક મળી છે જેમાં જેમાં પાર્ટીના તમામ મોટા નેતાઓ ભાગ લેવાપહોંચ્યા છે. પી. ચિદમ્બરમ, રણદીપ સુરજેવાલા, જ્યોતિરાદિત્ય સિંધિયા સહિતના નેતાઓ આ બેઠકમાં પહોંચ્યા છે. આ બેઠક પછી કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ સંકટ માટે ભાજપને જવાબદાર ઠેરવી છે. 

   આ બાજુ સરકાર પર આવી ગયેલા સંકટનો ઉકેલ લાવવા માટે કોંગ્રેસે પોતાના નેતા વેણુગોપાલને દિલ્હીથી બેંગલુરુ માટે રવાના કરી દીધા છે. તેઓ સાંજે બેંગલુરુ પહોંચી ગયા છે. આ અગાઉ, રાજીનામું આપનારા બળવાખોર ધારાસભ્યો સાથે કર્ણાટક સરકારમાં રહેલા શક્તિશાળી મંત્રી ડી.કે. શિવકુમારે બેઠક કરી હતી, પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નહીં. અત્યાર સુધી કોંગ્રેસના 10થી વધુ અને જેડીએસના 3થી4 જેટલા ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપી ચૂક્યા છે. 

 

(10:37 pm IST)