Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

કાલથી મુંબઇમાં નો પાર્કિંગમાં વાહન પાર્ક બદલ 5થી 23 હજાર સુધીનો દંડ લાગશે

પબ્લિક પાર્કિંગ સ્પોટ અને 20 બસ ડિપોના 500 મીટર એરિયામાં લાગુ થશે.

 મુંબઈ : મુંબઇમાં હવેથી નો પાર્કિંગમાં વાહન પાર્ક કરવા પર પાંચ હજારથી લઇને 23 હજાર સુધીનો દંડ લાગી શકે છે. કાર માટે આ દંડ 15000 સુધીનો હોય શકે છે. આ નિયમ કાલે તા, 7 જુલાઇથી લાગુ થશે અને જે પબ્લિક પાર્કિંગ સ્પોટ અને 20 બસ ડિપોના 500 મીટર એરિયામાં લાગુ થશે.
    દંડમાં નોપાર્કિંગની સાથે વાહન ટો કરવાનો પણ ખર્ચ સામેલ હશે, બે પૈડાવાળા વાહનોમાં  5થી 8300 રૂપિયા દંડ હશે. મોટા વાહનોમાં આ 15 હજારથી 23250 રૂપિયા સુધી હશે. નાના વાહનો માટે દંડ 11 હજારથી 17600 રૂપિયા વચ્ચે હશે.  લાઇટ મોટર વ્હીકલ માટે 10 હજારથી 15100 રૂપિયા દંડ હશે. ત્રણ પૈડા વાહનોમાં 8 હજારથી 12200 રૂપિયા હશે. બીએમસીના રિપોર્ટ પ્રમાણે આ દંડ ન ભર્યો તો દરરોજ લેટ પેમેન્ટ ફી આપવી પડશે

    જાણકારી પ્રમાણે મુંબઇમાં અંદાજે 30 લાખ વાહન છે. આટલી મોટી સંખ્યામાં વાહનો હોવાને કારણે આ યોજનાને સફળ બનાવવા માટે બીએમસી પોતાના પૂર્વ કર્મચારીઓની સાથે જ ખાનગી એજન્સીઓની મદદ લઇ રહી છે. શરૂઆતના સમયમાં આ યોજના હેવી ટ્રાફિકવાળા વિસ્તાર અને કેટલીક સોસાયટીની આસપાસ લાગુ કરવામાં આવશે

(9:05 pm IST)