Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

આંધ્રપ્રદેશમાં ટીડીપીમાં મોટા ભંગાણના એંધાણ ;ભાજપ નેતાએ કહ્યું 18 ધારાસભ્યો અને 30 વિધાન પરિષદના સભ્યો સંપર્કમાં

સુનીલ દેવધરે કહ્યું ચંદ્રાબાબુ નાયડુ બે વર્ષ જેલ જશે :ભાજપ મુખ્ય વિપક્ષની ભૂમિકા ભજવશે

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર પર સંકટ છે ત્યારે બીજી તરફ આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી ટીડીપી પર પણ સંકટ મંડરાઈ રહ્યુ છે. આંધ્રપ્રદેશ ભાજપ ઈન્ચાર્જ સુનીલ દેવધરનો દાવો છે કે તેલુગૂ દેશમ પાર્ટી(ટીડીપી)ના 18 ધારાસભ્યો અને 30 વિધાન પરિષદના સભ્યો અમારા સંપર્કમાં છે.

  સુનીલ દેવધરનું કહેવું છે કે ચંદ્રાબાબુ નાયડુ બે વર્ષ માટે જેલ જશે અને રાજ્યમાં ભાજપ મુખ્ય વિપક્ષની ભૂમિકા ભજવશે. આંધ્રપ્રદેશમાં તાજેતરમા જ ટીડીપીના રાજ્યસભાના 4 સાંસદો ભાજપમાં જોડાયા છે.

  અત્રે ઉલેલ્ખનીય છે કે મે મહિનામાં વિધાનસભા ચૂંટણીમાં વાયએસઆર કોંગ્રેસને જનાદેશ મળતા આંધ્રની કમાન જગન મોહન રેડ્ડીના હાથમાં છે.

(8:39 pm IST)