Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

રામ જન્‍મભૂમિ માટે લડત આપી રહેલા મહંત ધર્મદાસને અત્‍યાર સુધીમાં 40 વખત ફોનથી ધમકીઃ પોલીસે સુરક્ષા વધારી

અયોધ્યા: અયોધ્યા વિવાદના હિન્દુ પક્ષકાર મહંત ધર્મદાસને ફોન પર મારી નાખવાની ધમકી મળી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં 40 વાર ધમકી અને અપશબ્દોભર્યા ફોન મહંત ધર્મદાસને કરાયા છે. મહંત ધર્મદાસે આ અંગે રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે આ મામલાને ગંભીરતાથી લેતા ગુનો દાખલ કર્યો છે. જિલ્લા પ્રશાસને હિન્દુ પક્ષકાર મહંત ધર્મદાસને સુરક્ષા આપી છે, પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે.

અયોધ્યા વિવાદ સાથે જોડાયેલા શ્રીરામ જન્મભૂમિના હિન્દુ પક્ષકાર અને હનુમાન ગઢીના સંત મહંત ધર્મદાસને ફોન પર ધમકી મળી છે. મહંત ધર્મદાસનું કહેવું છે કે તેઓ મુખ્ય હિન્દુ પક્ષકાર છે. રામલલ્લાની લડાઈ લડે છે. આવા ધમકીભર્યા ફોનથી તેઓ ડરવાના નથી. પોલીસ પોતાનું કામ કરે છે.

અત્રે જણાવવાનું કે મહંત ધર્મદાસ શ્રીરામ જન્મભૂમિને લઈને સુપ્રીમ કોર્ટમાં પક્ષકાર છે. આ સાથે જ હનુમાન ગઢ સાથે જોડાયેલા સંત છે. મહંત ધર્મદાસને ધમકીભર્યા ફોન આવતા હોવાની સૂચના બાદથી પોલીસ અને પ્રશાસન દોડતા થયા છે. રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં આ અંગે કેસ દાખલ થયો છે. મહંત ધર્મદાસને પોલીસ સુરક્ષા અપાઈ છે. પોલીસ આ અંગે ગંભીરતાથી તપાસ કરી રહી છે.

(5:15 pm IST)