Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

'ઝીરો બજેટ ખેતી'ના ફંડા ખેડુતોની સમજની બહારઃ બજેટથી નાખુશ

કૃષિકાર્યકર્તા, ખેડુત નેતા અને ખેડુત સંગઠને આ રીતે ગણાવી વાહિયાત

મુંબઇ, તા.૬: નાણામંત્રી નિર્મલા સિતારમણે તેમના બજેટ ભાષણમાં ખેતી અંગે 'જીરો બજેટ ખેતી'ને પ્રોત્સાહન આપવાનો સંકલ્પ વ્યકત કર્યો છે. તેઓએ કહ્યું કે જીરો બજેટ ખેતીથી ખેડૂતોની આવક બેગણી કરવાનું લક્ષ્યાંકને મેળવી શકાય છે. નાણામંત્રીના આ એલાન બાદ જીરો બજેટ ખેતી અંગે દેશભરમાં ચર્ચા શરૂ થઇ ગઈ છે. કૃષિ કાર્યકર્તા, કિસાન નેતા અને કિસાન સંગઠન તેને એક વાહિયાત વાત માની રહ્યા છે.

જીરો બજેટ ખેતીનો અર્થ છે કે ખેડૂતને કોઈ પણ પાક ઉગાડવા માટે કોઈ પણ પ્રકારની લોન લેવી ના પડે.તેના માટે મુખ્ય પાક જેવી કે રવિના પાક માટે જે રકમ આવી તે તેના વચ્ચે ઉગતા પાક દ્વારા કાઢવામાં આવે. આ પ્રકારની ખેતીમાં કીટનાશક, રાસાયણિક ખાધ અને સંકર બીજ જેવા કોઈ પણ આધુનિક રીતનો ઉપયોગ થતો નથી. એવી ખેતી જેમાં દરેક વસ્તુ પ્રાકૃતિક સંસાધનો પર નિર્ભર હોય.

રાસાયણિક ખાધની સ્થાન પર દેશી ખાધ ઉપયોગ થાય છે.આ ખાધ ગાયનું ગોબર, ગૌમૂત્ર, ચણાનો લોટ, ગોળ, માટી તેમજ પાણીથી બને છે. બીજી બાજુ રાસાયણિક કીટનાશકોના સ્થાન પર લીમડો, ગોબર, અને ગૌમૂત્રઓ અને દેશી બીજોનો ઉપયોગ થાય છે. સિંચાઈ, ખોદકામ અને લણવાનું કામ બળદોની મદદ થી થાય છે.તેમાં કોઈ પણ પ્રકારના ડીઝલ અથવા ઈંધણથી ચાલતા સંસાધનોનો ઉપયોગ થતો નથી.

(3:43 pm IST)