Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

ચીને નાના નાના મુસ્લિમ બાળકોને પરિવારથી કર્યા અલગ સ્કૂલોમાં કર્યા છે કેદ

નાનપણથીજ તેમને પોતાની સંસ્કૃતિથી અલગ કરવાનો કાર્યક્રમ વ્યવસ્થિત રીતે ચલાવી રહ્યું છે ચીન

બૈજીંગઃ એક નવા રિસર્ચ અનુસાર શિન જીયાંગ પ્રાંતમાં ચીન સતત મુસ્લિમ બાળકોને તેમના પરિવાર, ધાર્મિક વિશ્વાસ અને ભાષાથી અલગ કરી રહ્યું છે. ચીને એક સાથે હજારો બાળકોને એક મોટા કેમ્પમાં બંધ કરીને રાખ્યા છે અને આ વિસ્તારમાં ઝડપભેર પુનર્શિક્ષા સ્કૂલો બનાવાઇ રહી છે.

સામાન્ય રીતે મળતા દસ્તાવેજો અને બીજા દેશોમાં શરણ લેનાર ઘણા પરિવારો સાથે કરવામાં આવેલ ઇન્ટરવ્યુ મુજબ બીબીસીએ એવા ઘણા દસ્તાવેજો એકઠા કર્યા છે જેના અનુસાર ચીનના જીન શિયાંગ પ્રાંતના બાળકો સાથે કરવામાં આવતી હેરાનગતીઓ બહાર આવી છે.

બીબીસી માટે લખવામાં આવેલ રિપોર્ટર જોન સડવર્થના રિપોર્ટ અનુસાર મેળવવામાં આવેલી માહિતીઓ પ્રમાણે એક જ કસ્બામાં ચારસોથી વધારે બાળકોએ કોઇ ન કોઇ રીતે કેદમાં લેવાના કારણે પોતાના કુટુંબી જનોને ખોઇ દીધા છે. આ બાળકો હાલમાં કાંતો બોર્ડીગ સ્કૂલ કહેવાતી પુનર્શિક્ષા શાળાઓમાં છે અથવા તો જેલમાં છે.

ખરેખર તો ચીન આ બાળકોને નાનપણથીજ તેમની જડોથી અલગ કરવા માટેનો વ્યવસ્થિત કાર્યક્રમ ચલાવી રહ્યું છે આ અંગેનો રિપોર્ટ તૈયાર કરનાર પત્રકારે જણાવ્યું કે ચીનના આ વિસ્તારમાં કામ કરનાર વિદેશી પત્રકારો પર નજર રાખવામાં આવે છે અને તેમનો પીછો પણ કરવામાં આવે છે. આ પરિસ્થિતીમાં સ્થાનિકો સાથે વાત કરવી અઘરી છે. એટલે તેમણે તુર્કીમાં રહેતા આવા બાળકોના પરિવારજનો સાથે વાત કરી છે.

૫૪ અલગ અલગ ઇન્ટરવ્યુમાં પરિવારજનોએ આ પ્રાંતમાંથી ગાયબ થયેલા ૯૦ બાળકોની વાત કરી હતી. આ બધા લોકો શિનજીયાંગમાં રહેતા ઉડગર સમુદાયના છે. આ ચીની સમુદાયના સંબંધો તુર્કી સાથે પણ છે. એટલે આ સમુદાયના હજારો લોકો, ભણવા,વેપાર કરવા, સગાઓને મળવા ના બહાને ચીનથી ભાગીને તુર્કી આવી ગયા છે.

છેલ્લા ત્રણ વર્ષથી તુર્કી આવેલા મુસ્લિમો ચીન પાછા નથી ફરી રહ્યા કેમ કે ચીને ત્યાં મુસલમાનોની ધરપકડ કરવાનું શરૂ કરી દીધું છે ચીને આ લોકોને મોટી જેલોમાં બંધ કરી રાખ્યા છે જેને તેણે સુધારગૃહ નામ આપ્યુ છે ચીન કહે છે કે હિંસક ધાર્મિક કટ્ટરતાથી બચવા માટે તે આ લોકોને પ્રશિક્ષણ આપી રહ્યું છે.

જો કે સમયાંતરે મળતી સાબિતિ ઓ પ્રમાણે તેમાંથી લાખો લોકો પોતાની ધાર્મિક ઓળખને કારણે ગિરફતાર કરાયા છે. તેમનો ગુનો માત્ર એટલોજ હોય છે કે તેમણે નમાજ પઢી, બુરખો પહેર્યો અથવા તુર્કીમાં કોઇ સાથે સંબંધ રાખ્યો. અહીંયા હાજર બાળકો માટે ચીન ઝડપભેર સ્કૂલોને મોટી બનાવી રહ્યું છે. આ ઉપરાંત તે નવી હોસ્ટેલો બનાવી રહ્યું છે ખાલી ૨૦૧૭ના વર્ષમાં આ પ્રાંતમાં કિંડરગાર્ટન સ્કૂલોમાં નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા પ લાખથી પણ વધારે વધી છે. સરકારી આંકડાઓ અનુસાર આમાંથી ૯૦ ટકા થી વધારે ઉડગર અને બીજા મુસ્લિમ સમુદાયના બાળકો છે.

આની લીધે પરિસ્થિતી અત્યારે એવી છે કે જે શિનજીયાંગ પ્રાંતમાં સૌથી ઓછા બાળકો શાળાએ જતા હતા ત્યાં અત્યારે સ્કૂલે જતા બાળકોનો દર ચીનમાં સૌથી વધારે છે. ચીન શિનજીયાંગ પ્રાંતમાં કિંડરગાર્ટન સ્કૂલો બનાવવા માટે ૧.૨ અબજ રૂપિયા ખર્ચ્યા છે.

રિપોર્ટ અનુસાર, આ બાળકો બોર્ડીગમાં છે અને આ સ્કૂલોમાં ચીની ભાષા સિવાયની કોઇ ભાષા બોલવાની મનાઇ છે, જો કોઇ બાળક એવું કરે તો તેને સજા આપવાનો નિયમ છે.

આ રિપોર્ટમાં એવુ પણ જણાવવામાં આવ્યું છે કે ઘણી સ્કૂલોમાં સર્વેલંસ સીસ્ટમો લાગેલી છે, એલાર્મા લાગેલા છે અને ૧૦ હજાર વોલ્ટની વિજળી તેની ફેન્સીંગના તારોમાં દોડાવાય છે. કેટલીક સ્કૂલોમાં સુરક્ષા પર થતો ખર્ચ બીજા કોઇ પણ ખર્ચ કરતા વધારે છે.

ચીનની આ નિતી ૨૦૧૭માં ચાલુ થઇ હતી તે સમયે ધરપકડના કેસો નાટકીય રીતે વધી ગયા હતા. જાણકારોનું માનવું છે કે આ સાંસ્કૃતિક નરસંહારની નિશાનીઓ છે.

(3:41 pm IST)