Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

નૌશેરા સેકટરમાં અંધાધૂંધ ફાયરિંગઃ ભારતનો વળતો જવાબ

શ્રીનગર, તા.૬: સીમા ઉપર ફરી એક વખત પાકિસ્તાને સંદ્યર્ષવિરામ (સીઝફાયર)નું ઉંંલ્લઘન કર્યું છે. પાકિસ્તાની સેના તરફથી જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા પર સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ભારતીય સેનાએ પણ આ ફાયરિફ઼ગનો જડબાતોડ જવાબ આપ્યો છે અને પાકિસ્તાની સેના વિરુદ્ઘ જવાબી કાર્યવાહી કરી છે. ગતરાત્રે ૯ વાગ્યે પાકિસ્તાને નૌશેરા સેકટરમાં એલઓસી પર નાના હથિયારોથી ગોળીબાર કર્યો અને કોઈ પણ જાતની ઉશ્કેરણી વગર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાની સેનાએ આ દરમિયાન મોટાર્ર પણ ફેંકયા હતા. સેનાના જણાવ્યા અનુસાર આ અથડામણમાં કોઈ જાનહાની કે ઘાયલ થયું નથી.

પાકિસ્તાનની આ કાયરતાભરી હરકતનો ભારતીય સેનાએ જવાબ આપ્યો છે. આવું પહેલી વખત બન્યું નથી કે જયારે પાકિસ્તાને રાત્રીના અંધારામાં ગોળીબાર અથવા મોટાર્ર ફેંકયા હોય. આ પહેલાં પણ અનેક વખત પાકિસ્તાન આ નાપાક હરકત કરી ચૂકયું છે પરંતુ દર વખતે ભારત તરફથી જોરદાર પ્રતિક્રિયા બાદ પાકિસ્તાને પીછેહઠ કરવી પડી છે. ગઈકાલે પણ આવું જ જોવા મળ્યું હતું. ભારત તરફથી મળેલા જવાબથી પાકિસ્તાનને મુઠ્ઠી વાળવાનો વારો આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. આ પછી ભારતે પાકિસ્તાન સ્થિત બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી હતી પરંતુ તેના પછી પણ પાકિસ્તાન સુધરી રહ્યું નથી. પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓ અને ત્યાંની સેનાઓ તરફથી દર વખતે ભારત વિરુદ્ઘ કાવતરા રચાઈ રહ્યા છે. જો કે દર વખતે ભારતીય જવાનો પાકિસ્તાનના આ કાવતરાની ધજ્જીયા ઉડાવી દે છે.

(3:40 pm IST)