Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

જે મારી અને તેજસ્વી વચ્ચે આવશે તેના પર સુદર્શન ચક્ર ચાલશેઃ તેજ પ્રતાપ

નવી દિલ્હી, તા.૬: આરજેડી (ય્થ્ઝ્ર) નેતા અને બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજ પ્રતાપ યાદવે પાર્ટીના સ્થાપના દિવસ પર પોતાના નાના ભાઇ તેજસ્વી યાદવ સાથેના મતભેદોને નકારી દીધા. તેજ પ્રતાપ યાદવે કહ્યું કે જે કૃષ્ણ અને અર્જૂનની વચ્ચે આવશે તેના પર સુદર્શન ચક્ર ચાલશે.

જો કે તેજ પ્રતાપ યાદવે ભલે આ પ્રકારનું નિવેદન આપ્યું હોય પરંતુ તેજસ્વી યાદવ સ્થાપના દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં નહોતા.એક મળતાં અહેવાલ મુજબ તેજસ્વી યાદવ પોતાના ભાઇથી નારાજ ચાલી રહ્યાં છે, જેના કારણે સ્થાપના દિવસના કાર્યક્રમથી અળગા રહ્યાં હતા.

તેજ પ્રતાપ યાદવે સ્થાપના દિવસ પર આયોજીત કાર્યક્રમમાં કહ્યું સોશિયલ મીડિયામાં પણ કૃષ્ણ-અર્જૂનની જોડીને લઇને અલગ-અલગ વાત કરવામાં આવી રહી છે, પણ હવે તેઓ કામયાબ નહીં થાય. જે લોકો તેજ અને તેજસ્વી તેમજ કૃષ્ણ અને અર્જૂનની વચ્ચે આવશે તેના પર શ્રીકૃષ્ણનું સુદર્શન ચક્ર ચાલશે.

બિહારમાં રાષ્ટ્રીય જનતા દળના નેતા અને પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજપ્રતાપ યાદવે બંને ભાઈઓને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેજસ્વી યાદવનો ઉલ્લેખ કરતા તેજપ્રતાપ યાદવે કહ્યું કે, અમારા ભાઈઓની જોડી પર અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા.

અમારા ભાઈઓની વચ્ચે જે કોઈ પણ આવશે તેના પર સુદર્શન ચક્ર ચાલશે. અમારા બંને ભાઈઓને લઈને જો કોઈ બોલશે તો અમે સહન નહીં કરીએ. બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ હાલ કામમાં વ્યસ્ત છે. જેથી તેમણે મને અહીં મોકલ્યો છે. લાલુ પ્રસાદ યાદવને લઈને તેજપ્રતાપે કહ્યુ કે, લાલુ પ્રસાદ યાદવને છોડાવવા માટે એડી ચોટીનું જોર લગાવી દઈશું. લાલુ પ્રસાદ યાદવને જેલમાંથી છોડાવવાના છે.

(3:38 pm IST)