Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

શ્રી રામના નારાને બંગાળી સંસ્કૃતિ સાથે કાંઈ લેવાદેવા નથી નારાનો માત્ર લોકોની મારપીટ કરવા બહાના તરીકે પ્રયોગ

-નોબેલ પુરસ્કાર વિજેતા અને જગવિખ્યાત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને વિવાદનો મધપૂડો છઁછેડયો

કોલકતા :નોબેલ પુરષ્કાર વિજેતા અને જગવિખ્યાત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને કહ્યું હતું કે શ્રી રામના નારાને બંગાળી સંસ્કૃતિ સાથે કાઈ લેવાદેવા નથી. શ્રી રામના નામે અહીં નિર્દોષ લોકોની મારપીટ કરવામાં આવે છે.

   કોલકાતાની જાદવપુર યુનિવર્સિટીમાં બોલતાં  નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રીએ મમતા બેનરજીની સરકારની તરફેણમાં ઝુકાવ્યું હતું. તેમણે કહ્યું કે અગાઉ કોલકાતામાં રામનવમી ભાગ્યેજ કોઇ મનાવતું હતું. આજકાલ રામનવમીનો ઉત્સવ ઊજવવાનું વધી ગયું છે. શ્રી રામના નારાને બંગાળી સંસ્કૃતિ સાથે કશી લેવાદેવા નથી

   બંગાળી સંસ્કૃતિ અલગ બાબત છે. તેમણે કહ્યું કે એેકવાર મેં મારી ચાર-પાંચ વર્ષની પૌત્રીને પૂછ્યું કે તારી માનીતી દેવી કોણ છે ત્યારે એણે મા દુર્ગાનું નામ આપ્યું હતું. એટલે કે અહીં બંગાળમાં રામનામનો બહુ મહિમા નથી

   અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપે પશ્ચિમ બંગાળમાં વધુ બેઠકો મેળવી ત્યારથી રાજ્યના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી રામના નામથી ભડકે છે. કોલકાતામાં સતત ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો એકબીજા સાથે બાખડે છે. હવે અમર્ત્ય સેને આ  વિવાદમાં ઝંપલાવી દીધું છે.

 
 
   
(1:02 pm IST)