Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

દિલ્હીમાં 6 વર્ષીય માસૂમ બાળકી સાથે હેવાનિયત : લોકોમાં આક્રોશ ભભૂક્યો : કેજરીવાલે 10 લાખની સહાય જાહેર કરી

કેજરીવાલે હોસ્પિટલમાં પીડિત બાળકીના પરિવારજનો સાથે મુલાકાત કરી

રાજધાની દિલ્હીમાં 6 વર્ષીય માસૂમ બાળકી સાથે દુષ્કર્મની ઘટના બાદ લોકોમાં ફરી આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. પીડિત બાળકીને સફદરજંગની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યારે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે હોસ્પિટલમાં પીડિત બાળકીના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી .

ડોક્ટરોના જણાવ્યા મુજબ બાળકીની હાલત હાલ સ્થિર છે. બાળકીના ખબરઅંતર જાણ્યા બાદ કેજરીવાલે તેના પરિવારજનોને 10 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. તેમજ બાળકીના પરિવારને સરકાર તરફથી વકીલ ઉપલબ્ધ કરાવવાની પણ ખાતરી આપવામાં આવી છે.

     દિલ્હીના દ્વારકા વિસ્તારમાં સ્કૂલથી પરત ફર્યા બાદ બાળકી પોતાની સહેલીઓ સાથે રમી રહી હતી ત્યારે આરોપી ફ્રૂટી આપવાના બહાને તેને ગીચ વિસ્તારમાં લઇ ગયો અને તેની સાથે હેવાનિયત આચરી. પોલીસે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો છે. લોકોએ આરોપીને કડકમાં કડક સજા ફટકારવાની ઉગ્ર માંગણી કરી છે.

(12:37 pm IST)