Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

સશસ્ત્ર સેનાની કાયાપલટ કરવાની તૈયારી : વાયુ સેના માટે ૧૧૪ ફાઇટર વિમાન ખરીદાશે :વિશ્વભરમાંથી બીડ મંગાવાશે

ફાઇટર વિમાનોની ખરીદીની દુનિયાની સૌથી મોટી બીડ હશે

 

નવી દિલ્હી : કેન્દ્રની મોદી સરકાર શશસ્ત્ર સેનાની કાયાપલટ કરવાની તૈયારી કરી રહી છે  વાયુ સેના માટે ૧૧૪ ફાઇટર વિમાન ખરીદવા માટે વિશ્ર્વભરના દેશોમાંથી બીડ મગાવવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરાશે બીડ ફાયટર વિમાનોની ખરીદીની દુનિયાની સૌથી મોટી બીડ હશે અને અનેક અગ્રણી વિમાન ઉત્પાદકોની પર નજર છે.

 વિમાનો ખરીદવાની પ્રક્રિયા એક વર્ષ પહેલા શરૂ કરી દેવાઇ હતી અને માટેના પ્રાથમિક દસ્તાવેજમાં મુખ્ય શરત ૮૫ ટકા ઉત્પાદન ભારતમાં કરવાની છે. રીતે મેક ઇન ઇન્ડિયા અભિયાનને આગળ વધારવા સાથે ભારતમાં રોકાણ અને રોજગારની તક પણ ઊભી કરવામાં આવશે.
ભારતની ત્રણે સેનાનું આધુનિકીકરણ કરવાની વાત મોદી માટે અત્યંત મહત્ત્વની બાબત છે. મોદી સરકારે પોતાના પહેલા પાંચ વર્ષમાં સંરક્ષણ માટે ભાગ્યે કોઇ સોદો કર્યો હતો, પણ માટેનું કામ શરૂ કરી દીધું હતું. રાજ્યકક્ષાના સંરક્ષણ પ્રધાન શ્રીપદ નાઇકે સંસદમાં જણાવ્યું હતું કે પ્રાથમિક બીડ માટેની ગણતરી અને ભારતીય વાયુ સેનાની જરૂરિયાત ફાઇનલાઇઝ કરવાનું કામ શરૂ કરી દેવાયું છે.

સિવાય આર્મી માટે ટેન્કો અને આરર્મ્ડ વાહનો તથા નૌસેના માટે ભારતમાં સબમરીનો બાંધવાના કામ માટે વિદેશી ઉત્પાદકો પાસેથી માહિતી મગાવાઇ રહી છે.

હાલના તબક્કે ભારતીય વાયુ સેના અને નૌસેનાને ૪૦૦ જેટલાં લડાયક વિમાનોની જરૂર છે.

(12:00 am IST)