Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની હત્યાની આરોપી નલિનીને એક માસની પેરોલ મંજુર : પુત્રીના લગ્નમાં હાજરી આપવાના હેતુ સાથે મદ્રાસ હાઇકોર્ટની મંજૂરી : રાજકીય પાર્ટીઓ તથા મીડિયા સાથે મીટિંગ યોજવા ઉપર પ્રતિબંધ

મદ્રાસ :ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની હત્યા કરવાના આરોપસર જેલવાસ ભોગવી રહેલી એસ.નલિનીને તેની પુત્રીના લગ્નમાં શામેલ થવા તથા તે માટે તૈયારી કરવાના હેતુથી મદ્રાસ હાઇકોર્ટએ 30 દિવસની પેરોલ મંજુર કરી છે.

આ પેરોલના સમયગાળા દરમિયાન તેણે પોતાની હાજરી ,સ્થળ ,સહિતની વિગતો કાનૂન મુજબ જણાવતા રહેવાની રહેશે ઉપરાંત રાજકીય પાર્ટીઓ તથા મીડિયા સાથે તે મીટિંગ ગોઠવી શકશે નહીં

ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહમાં એક મહિનાની રજા મેળવવા માટે કોર્ટમાં રૂબરૂ આવવા મંજૂરી અપાઈ હતી જેના અનુસંધાને તે કોર્ટમાં આજરોજ હાજર થતા હાઇકોર્ટ જજ શ્રી એમ.એમ.સુંદરેશ તથા શ્રી બી.નિર્મલકુમારએ ઉપરોક્ત શરતોને આધીન એક માસની રજા મંજુર કરી હતી તેવુંB એન્ડ B  દ્વારા જાણવા મળે છે.

(7:39 pm IST)