Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

મહારાષ્ટ્રમા કોરોનાની ત્રીજી લહેર શરૂ : પાલઘરમાં જન્મના 6 દિવસ બાદ બાળકીનું કોરોનાથી મૃત્યુ

જન્મના છ દિવસ બાદ બાળકી કોરોના સંક્રમિત થઈ: માતાનો રિપોર્ટ નેગેટીવ

મુંબઈ : કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકો પર સૌથી વધારે ખતરાની આશંકાની વચ્ચે મહારાષ્ટ્રથી ચિંતાજનક હેવાલ મળે છે નવજાત બાળકી કોરોના સંક્રમિત જોવા મળી હતી તેની સારવાર શરુ કરાઈ હતી પરંતુ સારવાર દરમિયાન તેનુ મોત થયું હતું. પાલઘરની એક હોસ્પિટલમાં જન્મના 6 દિવસ બાદ બાળકીનું કોરોનાને કારણે નિધન થયું છે.

અધિકારીએ જણાવ્યું કે 30 મે ના રોજ બાળકીનો જન્મ થયો હતો અને તેનું વજન પણ સામાન્ય હતું. તેની માતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. નવજાત બાળકીની જવાહર રાજકીય હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી ત્યાર બાદ તેને નાસિકની હોસ્પિટલમાં લઈ જવાઈ હતી જ્યા સવારે તેનું અવસાન થયું હતું

નીતિ આયોગના સભ્ય વીકે સારસ્વતે કહ્યુ કે ભારતે કોરોના વાયરસની બીજી લહેરનો સામનો ઘણો સારી રીતે કર્યો છે. એટલા માટે સંક્રમણના નવા મામલામાં ઘટાડો નોંધાયો છે. તેમણે એ વાત પર ભાર મુક્યો છે કે ત્રીજી લહેરને પહોંચી વળવાની તૈયારી પૂરી હોવી જોઈએ. જેનાથી યુવા વસ્તી વધારે પ્રભાવિત થવાની આશંકા છે.સારસ્વતે કહ્યુ કે ભારતમાં મહામારી વિશેષજ્ઞોએ બહું સ્પષ્ટ સંકેત આપ્યા છે કે કોરોના 19ની ત્રીજી લહેર આવશે અને તેના સપ્ટેમ્બર- ઓક્ટોબરથી શરુ થવાની આશંકા છે. એટલા માટે દેશમાં વધારેમાં વધારે લોકોના રસીકરણ થવું જોઈએ. તેમનું કહેવુ છે કે આપણે ઘણા હદ સુધી સારુ કર્યુ છે. જેથી કેસ ઘટ્યા છે

(10:09 pm IST)