Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

વેક્સિનની અછત વચ્ચે કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય : હવે માત્ર બીજા ડોઝ લેનારાઓ જ વેક્સીન લગાવી શકશે

યુવાઓને COVAXIN નો બીજો ડોઝ ઉપલબ્ધ કરાવવા માટે દિલ્હી સરકારએ મહત્વનો નિર્ણય કર્યો

નવી દિલ્હી : દિલ્હીમાં કોરોના વેક્સિનેશન વચ્ચે વેક્સિનની સમસ્યાને જોતા કેજરીવાલ સરકારએ નવો આદેશ રજૂ કર્યો છે. દિલ્હીમાં યુવાઓને COVAXIN નો બીજો ડોઝ ઉપલબ્ધ કરાવવા માટે દિલ્હી સરકારએ મહત્વનો નિર્ણય કર્યો છે, હવે દિલ્હીની તમામ પ્રાઇવેટ હોસ્પિટલ અને નર્સિંગ હોમ કે જે કોવેક્સિન લગાવી રહ્યાં છે. તેઓ આગામી આદેશ સુધી કોવેક્સિનના માત્ર બીજા ડોઝ લેનારાઓ જ લગાવી શકશે. આ આદેશ માત્ર 18 થી 44 વર્ષની લોકો માટે રજૂ કરવામાં આવ્યો છે

(9:27 pm IST)