Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળવા સામે પ્રશ્નાર્થ :ક્રૂડ ફરી વખત 113 ડોલરને પાર પહોંચ્યા

જુલાઈ 2022ના કરાર માટે બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ 113.5 ડોલર પર પહોંચી:ક્રૂડની કિંમત બેરલ દીઠ 110.9 ડોલરના સ્તર પર : ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ત્રીજા દિવસે વધારો થયો

 દિલ્હી :પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળવા સામે સવાલ થયા છે, હવે ફરી એકવાર તેલની કિંમતોમાં વધારો શરૂ થાય તેવી ભીતી સેવાય રહી છે. ક્રૂડના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો છે અને બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 113 ડોલરને પાર કરી ગયા છે. આ સ્તર માર્ચના અંત પછીનું સર્વોચ્ચ સ્તર છે. રશિયા પર યુરોપિયન દેશો દ્વારા પ્રતિબંધોના સંકેતોને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે OPEC+ દેશો દ્વારા તેમના ઉત્પાદનમાં મર્યાદિત વધારાને કારણે એવી પણ આશંકા છે કે માંગ સામે પુરવઠામાં ઘટાડો ચાલુ રહેશે. આ કારણે કાચા તેલમાં ઉછાળો આવ્યો છે.

જુલાઈ 2022ના કરાર માટે બ્રેન્ટ ક્રૂડની કિંમત આજે બેરલ દીઠ 113.5 ડોલર પર પહોંચી ગઈ છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ક્રૂડ 110.9 ડોલર પ્રતિ બેરલના સ્તરે બંધ થયું હતું. માર્ચના અંત પછી પ્રથમ વખત ક્રૂડ ઓઈલ આ સ્તરે પહોંચ્યું છે. અગાઉ, માર્ચના અંતમાં કિંમતો 113.5 ડોલરથી ઉપર પહોંચી ગઈ હતી. 18 એપ્રિલે, કિંમત બેરલ દીઠ 113.16 ડોલરના સ્તર પર બંધ થઈ ગઈ હતી, ત્યારબાદ કિંમતોમાં સતત વધઘટ થઈ રહી છે. તે જ સમયે WTI ક્રૂડ ઓઈલ બેરલ દીઠ 110 ડોલરના સ્તરથી ઉપર પહોંચી ગયું છે.

આજના વધારા સાથે ક્રૂડ ઓઈલમાં વધારાનું આ સતત ત્રીજું સત્ર બન્યું છે. યુરોપિયન દેશોના આ પ્રસ્તાવ બાદ ક્રૂડમાં વધારો જોવા મળી રહ્યો છે. જે મુજબ યુરોપ આગામી 6 મહિનામાં રશિયા પરની તેની તેલની નિર્ભરતા અને વર્ષના અંત સુધીમાં રિફાઈન ઉત્પાદનો પર તેની નિર્ભરતાનો અંત લાવશે. જોકે આ પ્રસ્તાવને બ્લોકમાં હાજર 27 દેશોનું સમર્થન મેળવવું પડશે. આ સાથે અમેરિકામાંથી ક્રૂડની માંગ વધવાના સંકેતોએ પણ કિંમતોને ટેકો આપ્યો છે.

 

ક્રૂડ ઓઈલના ભાવમાં વધારા વચ્ચે ગ્રાહકો માટે હજુ પણ થોડી આશા છે. પ્રથમ આશા સરકાર દ્વારા ટેક્સ ઘટાડવાની છે અને બીજી આશા રશિયા દ્વારા સસ્તા દરે ઓફર કરવામાં આવતા તેલની મદદથી સરેરાશ ખરીદીમાં નીચે આવવાની છે. જો કે બંને કિસ્સામાં અનેક બાબતે મામલો અટકી ગયો છે. સરકાર આર્થિક રીતે મજબૂત રહેવા માંગે છે, તેથી સરકાર માટે તેલમાંથી થતી આવકમાં કાપ મૂકવો એ સરળ નિર્ણય નથી.

બીજી તરફ ભારત રશિયા પાસેથી તેલની આયાત વધારી રહ્યું છે. પરંતુ યુરોપ અને અમેરિકાના દબાણ વચ્ચે રશિયા પાસેથી મોટી માત્રામાં ખરીદી કરવી સરળ નથી. જ્યારે હાલમાં રશિયામાંથી આયાત તેલની કુલ જરૂરિયાત કરતાં ઘણી ઓછી છે. આવી સ્થિતિમાં તેલની સરેરાશ ખરીદી પર તેની મોટી અસર પડે તેવી શક્યતા નથી. સરકાર રશિયા સાથે આવા દરો પર ડીલ કરવાનો પ્રયાસ કરી રહી છે, જેથી જે પણ આયાત કરવામાં આવે તેની અસર કિંમતો પર જોવા મળે. જો સરકાર આમાં સફળ થાય છે તો

 

(8:20 pm IST)