Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

વડાપ્રધાન મોદીએ ઈઝરાયેલના સ્વતંત્રતા દિવસ પર આપી શુભકામના

મોદીએ 75 માં સ્વતંત્રતા દિવસના અવસર પર ઇઝરાયેલના નાગરિકોને શુભેચ્છા પાઠવી: આગામી વર્ષોમાં બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશે તેવી આશા વ્યક્ત કરી

નવી દિલ્હી :વડાપ્રધાન મોદીએ 75માં સ્વતંત્રતા દિવસના અવસર પર ઇઝરાયેલના નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી અને આશા વ્યક્ત કરી હતી કે આગામી વર્ષોમાં બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશે.એક વીડિયો સંદેશમાં મોદીએ કહ્યું, ‘ઈઝરાયેલના 75માં સ્વતંત્રતા દિવસના અવસર પર, ભારત સરકાર અને તમામ ભારતીયો વતી, હું અમારા તમામ ઈઝરાયેલ મિત્રોને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.

ભારત-ઈઝરાયલ વચ્ચેના રાજદ્વારી સંબંધોની 30મી વર્ષગાંઠનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ પ્રકરણ ભલે નવું હોય પરંતુ બંને દેશો વચ્ચેના સંબંધોનો ઈતિહાસ ઘણો જૂનો છે. “હું આશા રાખું છું કે આવનારા વર્ષોમાં, અમે અમારા સંબંધોને વધુ ગાઢ બનાવીશું,” તેમણે કહ્યું.દિવસની શરૂઆતમાં, વિદેશ પ્રધાન એસ જયશંકરે તેમના ઇઝરાયેલ સમકક્ષ યાયર લેપિડને એક સંદેશ ટ્વીટ કર્યો, ‘મારા મિત્ર એપીએમ અને વિદેશ પ્રધાન યાયર લેપિડ અને ઇઝરાયેલ સરકાર અને દેશના લોકોને તેમના 74મા સ્વતંત્રતા દિવસ પર અભિનંદન.’ તેમણે કહ્યું, ‘અમે અમારી વ્યૂહાત્મક ભાગીદારીના સંયુક્ત વિઝનને સાકાર કરવા માટે સાથે મળીને કામ કરીશું

   
 
   
(11:56 pm IST)