Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

નહીં એટલે નહીં ' : વધારે સ્પષ્ટતાની જરૂર નથી : સગીરા ઉપર બળાત્કાર કરનાર આરોપીના જામીન હિમાચલ પ્રદેશ હાઇકોર્ટે ફગાવ્યા

હિમાચલ પ્રદેશ : સગીરા ઉપર બળાત્કાર કરનાર  આરોપીના જામીન હિમાચલ પ્રદેશ હાઇકોર્ટે ફગાવ્યા છે. જેના અનુસંધાને નામદાર કોર્ટે ભારપૂર્વક કહ્યું હતું કે ' નહીં એટલે નહીં ' . આ બાબતે વધારે સ્પષ્ટતાની જરૂર નથી .

'હિમાચલ પ્રદેશ હાઈકોર્ટએ ગઈકાલ  બુધવારના રોજ જણાવ્યું હતું કે અમુક પુરુષો માટે નહીં એટલે નહીં તે સરળ વાત સમજવી મુશ્કેલીરૂપ થઇ પડી છે. 17 વર્ષની સગીર યુવતી ઉપર બળાત્કાર કરવાના આરોપીએ માંગેલા જામીન નામદાર કોર્ટે સ્પષ્ટ ટિપ્પણી સાથે ફગાવી દીધા હતા.

ન્યાયમૂર્તિ અનુપ ચિંતકારાની સિંગલ જજની ખંડપીઠે જણાવ્યું હતું કે યુવતી સેક્સની ના પાડે છે તેનો અર્થ એ નથી કે તે શરમાય છે.તે પોતાની બાબતમાં સ્પષ્ટ છે.તેમછતાં તેના ઉપર બળાત્કાર કરનારને જામીન આપી શકાય નહીં .

ઉલ્લેખનીય છે કે 17 ડિસેમ્બર 2020 ના રોજ સુરેશકુમાર નામક યુવાને પોતાની સગીર ગર્લ ફ્રેન્ડને મોટરમાં લિફ્ટ આપી તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(7:54 pm IST)
  • રાજકોટમાં અને જીલ્લામાં ૩ સ્થળે સરકારી હોસ્પિટલોની પ્રિમાઈસીસમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભા થશે : કલેકટરની મહત્વની જાહેરાત : ૨ ધારાસભ્યોએ પોતાની ગ્રાન્ટમાંથી ૪૦ લાખ રૂપિયા ફાળવ્યા તથા કોર્પોરેટર ક્ષેત્રમાંથી એસબીઆઈ અને લીડ કરતા અધિકારીઓ દ્વારા ૩૭ લાખથી ફાળવણી : જીલ્લામાં ઉપલેટા, ધોરાજી, રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલ અને જસદણના આરોગ્ય ક્ષેત્રમાં ઓક્સિજન પ્લાન્ટ નખાશે access_time 12:32 pm IST

  • રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા આસારામ બાપુને બુધવારે રાત્રે જેલમાંથી મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેલમાં તબિયત લથડતા જેલ પ્રશાસન તેમને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં લઈ ગયા છે. ત્યાં કોરોના વાયરસના લક્ષણો દેખાય બાદ આસારામ બાપુને કોવિડ -19 ચેપ લાગ્યો હોવાની શંકા સેવાય રહી છે. તેમનો કોવિડ પરીક્ષણનો નમૂના લેવામાં આવ્યો હતો અને તબિયત લથડતાં તેમને હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરાયા હતા. access_time 12:10 am IST

  • ગુજરાતમાં નવા કોરોના દર્દીઓની સંખ્યા કરતા સાજા થયેલ દર્દીઓનો આંક વધી ગયો ગુજરાતમાં આજે મોડી સાંજ સુધીમાં 12545 નવા કોરોના કેસ નોંધાયા, જ્યારે ૧૩૦૨૧ દર્દીઓ સાજા થયા છે, આ સમયગાળામાં ૧૨૩ ના મોત થયા છે access_time 9:41 pm IST