Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

કર્ણાટકઃ વેન્ટીલેટર- ઓકિસજન નહિ મળવાથી વધુ ૮ના મોતઃ ૭૨ કલાકમાં ૪૦નો ભોગ

બેંગ્લોર, તા.૬: કર્ણાટકમાં વેન્ટિલેટર અને ઓકિસજન ના મળવાના કારણે વધુ ૮ દર્દીઓના મોત થયા છે. વધુ ૮ દર્દીઓના મોત બાદ રાજયમાં ઓકિસજન અને વેન્ટિલેટર ના મળવાના કારણે મરનારાઓનો આંકડો ૭૨ કલાકમાં વધીને ૪૦ થઈ ગયો છે. હુબલીની એક હોસ્પિટલમાં ૫ લોકોના મોત થયા. જો કે અધિકારીઓએ ઓકિસજનની કમીના કારણે મોત થયા હોવાનો ઇનકાર કર્યો. પરિવારે આરોપ લગાવ્યો છે કે ઓકિસજનના પુરવઠામાં સમસ્યા થયા બાદ સાંજે ૪.૩૦ વાગ્યાની આસપાસ દર્દીઓના મોત થઈ ગયા, જિલ્લા વહીવટી તંત્રએ મોતના કારણોની તપાસ માટે એક સમિતિની રચના કરી છે.

જિલ્લા સ્વાસ્થ્ય અધિકારી ડો. યશવંત મડિનકરે કહ્યું કે હોસ્પિટલમાં ૩૦ જમ્બો ઓકિસજન સિલેન્ડર છે, જયારે અહીં ૨૧ કોવિડ દર્દીઓની સારવાર ચાલી રહી હતી. તર્ક આપવામાં આવ્યો કે ઓકિસજનની કમીના કારણે દર્દીઓના મોત નથી થયા તેમણે કહ્યું કે, હોસ્પિટલમાં 2KL ક્ષમતાનું ઓકિસજન કન્ટેનર છે અને પ્રાકૃતિક હવના ઉપયોગથી ૮૫,૦૦૦ લીટર ઓકિસજનનું ઉત્પાન થાય છે. તેમણે કહ્યું કે, જો ઓકિસજનની તંગી પડે છે તો સિસ્ટમ આનું એલર્ટ પહેલા જ મોકલી દેત.

આ ઘટનાથી બે દિવસ પહેલા ચામરાજનગર હોસ્પિટલમાં ૨૪ કોવિડ દર્દીઓના મોત થઈ ગયા હતા. બુધવારના ૨૬ વર્ષના એક યુવકનું હોસ્પિટલમાં મોત થઈ ગયું. યુવકના પરિવારે આરોપ લગાવ્યો હતો કે યુવકને હોસ્પિટલમાં એ બેડથી હટાવી દેવામાં આવ્યો જેના પર ઓકિસજનની વ્યવસ્થા હતી. યુવકના મોત બાદ તેના પરિવારે વિરોદ પ્રદર્શન કર્યું અને હોસ્પિટલની બારીઓ તોડી દીધી હતી. બેલાગવીમાં એક ૫૮ વર્ષિય કોવિડ શંકાસ્પદ દર્દીનું મોત થયું. તેમના પરિવારે આરોપ લગાવ્યો કે તેઓ તેને રિક્ષામાં લઇને વેન્ટિલેટર બેડની શોધમાં ભટકી રહ્યા હતા. મૃતકના દીકરાએ કહ્યું કે, તે પોતાના પિતાને લઇને ૫ પ્રાઇવેટ હોસ્પિટલોમાં ગયો, પરંતુ વેન્ટિલેટર ના મળ્યું.

(3:47 pm IST)