Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

KBC - ૧૩નું એલાન : ૧૭ મીથી રજીસ્ટે્રશન

સોની ટીવીના બમ્પર ટીઆરપી શો કેબીસીની ૨૦૨૧ એડિશનનો પ્રોમો લોન્ચ થયો છે

નવી દિલ્હી,તા.૬: કોરોના મહામારી મુશ્કેલ સમયમાં જો જીવ સલામત રહે તો પણ ખુદને માનસિક તણાવથી દૂર રાખવા એક મોટો પડકાર છે. ડોકટર અને મનોવૈજ્ઞાનિક મહામારીના સમયમાં ઉભા થયેલા તણાવને દૂર કરવા માટે યોગ અને વ્યાયામ કરવા, ધ્યાન એટલે કે મેડિટેશન કરવા અને મનપસંદ પુસ્તક કે મનોરંજન દ્વારા સમય પસાર કરવાની સલાહ આપે છે.

ટીવી ચેનલો પર એકવાર ફરી રામાયણ જેવા ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત થી છે. તો આ દરમિયાન દેશમાં કરોડો લોકોના મનપસંદ કાર્યક્રમ કોન બનેગા કરોડપતિ (ધ્ગ્ઘ્ ૧૩) ના રજીસ્ટ્રેશન તારીખની જાહેરાત થઈ ગઈ છે.

મુશ્કેલ સમયમાં ફિલ્મ, ફેવરેટ સીરિયલ્સ અને ઓટીટી સિરીઝે પણ લોકોના મુશ્કેલ સમયને થોડો હળવો બનાવ્યો છે. તેવામાં સોની ટીવીના બમ્પર ટીઆરપી શો કેબીસીની ૨૦૨૧ એડિશનનો પ્રોમો લોન્ચ થયો છે.

આ પ્રોમોમાં અમિતાભ બચ્ચન  તે કહી રહ્યાં છે કે કયારેય વિચાર્યુ છે કે તમારા અને તમારા સપના વચ્ચે અંતર કેટલુ છે? માત્ર ત્રણ અક્ષરોનું. પ્રયાસ. તો તમારૂ સપનું સાકાર કરવા માટે ઉઠાવો ફોન અને થઈ જાવ તૈયાર કારણ કે ૧૦ મેથી શરૂ થઈ રહ્યું છે કેબીજી રજીસ્ટ્રેશન. હોટ સીટ અને બું રાહ જોઈ રહ્યો છું તમારી. તો તમે પણ તૈયાર થઈ જાવ.

સોની ચેનલે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરી કેબીસીની ૧૩મી સીઝનની જાણકારી આપી છે.

જો તમે કેબીસીમાં ભાગ લેવા ઈચ્છો છો તો રજીસ્ટ્રેશનની જાહેરાત થઈ ગઈ છે. શોને એકવાર ફરી અમિતાભ બચ્ચન હોસ્ટ કરશે.

કેબીસીની આ સીઝનમાં ભાગ લેવા માટે દર વખતની જેમ તમારે પોતાના ફોન પર કેટલાક સવાલોના જવાબ આપવા પડશે. આ સવાલ રજીસ્ટ્રેશન દરમિયાન પૂછવામાં આવશે. સાચો જવાબ આવનારને શોના પ્રોડકશન હાઉસની ટીમ કોન્ટેકટ કરશે. તો રજીસ્ટ્રેશન Sonyliv App થી થશે.

(10:35 am IST)