Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

બૉલીવુડના જાણીતા અભિનેતા દલીપ તાહિલના પુત્ર ધ્રુવ તાહિલની ડ્રગ્સ કેસમાં ધરપકડ :

ડ્રગ્સ ખરીદવા અને હેરાફેરીમાં સામેલ આરોપીને રૂપિયા ટ્રાન્સફર કર્યાનો આરોપ : કૉન્ટ્રાબેન્ડને લઈને ચૅટિંગનો ખુલાસો

મુંબઈ : બોલીવુડના જાણીતા અભિનેતા દિલીપ તાહિલના પુત્ર ધ્રુવ તાહિલની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાઈ છે ધ્રુવ પર ડ્રગ્સ ખરીદવાના અને ડ્ર્ગ્સની હેરાફેરીમાં શામેલ એક અન્ય આરોપી મુઝમ્મિલ અબ્દુલ રહેમાન શેખને પૈસા ટ્રાન્સફર કરવાનો આરોપ છે. બંને વચ્ચે ડ્રગ્સને લઈને થયેલી Whatsapp Chatથી આ વાતનો ખુલાસો થયો છે.

આ મામલામાં પોલીસે સૌથી પહેલા મુઝમ્મિલ અબ્દુલ રહેમાન શેખની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મુઝમ્મિલને ત્યાંથી 35 ગ્રામ મેફડ્રોન (MD) ઝડપ્યું છે. મુઝમ્મિલનો ફોન પણ પોલીસે જપ્ત કરી લીધો છે, જેમાં ધ્રુવ તાહિલની સાથે ડ્ર્ગ્સને લઈને વાતચીત સામે આવી છે. 

મુઝમ્મિલ અને ધ્રુવ વચ્ચે Whatsapp Chatમાં કૉન્ટ્રાબેન્ડને લઈને ચૅટિંગનો ખુલાસો થયો છે. જેમાં ધ્રુવ તાહિલ અને મુઝમ્મિલ પાસેથી કૉન્ટ્રાબેન્ડ સહિત અન્ય ડ્રગ્સ ઘણી વખત મંગાવ્યું હતું. એન્ટી નાર્કોટિક સેલ, બાંદ્રા યુનિટે CR No. 34/2021 U/S 8(C) r/w 22 (B) NDPS ઍક્ટ 1985 હેઠળ કેસ દાખલ કર્યો છે.

ધ્રુવ તાહિલ પર ડ્રગ્સ મંગાવવા ઉપરાંત આરોપી મુઝમ્મિલના બૅંક ઓફ ઇન્ડિયા અકાઉન્ટમાં 6 વખત પોતાના બૅંક અકાઉન્ટથી પૈસા ટ્રાન્સફર કરવાની વાત પણ સામે આવી છે. ધ્રુવ મુઝમ્મિલ સાથે 2019થી લઈને માર્ચ 2021 સુધી સંપર્કમાં હતો. બુધવારે પોલીસે ધ્રુવ તાહિલની ધરપકડ કરી લીધી છે અને આ મામલે તપાસ શરૂ કરી છે. 

(9:18 am IST)