Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

કોર્ટમાં કલાર્ક તરીકે કામ કરી ચૂકેલા મૂળ ભારતીય મહિલા જજ બન્યાં

વોશિંગ્ટન, તા.૬: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂ યોર્કની ફેડરલ કોર્ટના જજ તરીકે ભારતીય મૂળની મહિલા એટર્ની સરિતા કોમાટી રેડ્ડીની નિમણૂક કરી છે. સરિતા રેડ્ડી પ્રતિષ્ઠિત કોલંબિયા લો સ્કૂલ ખાતે કાયદાનું શિક્ષણ પણ આપે છે.ન્યૂયોર્કના પૂર્વ જિલ્લા સ્થિતિ યુએસ જિલ્લા અદાલતમાં તેમની નિમણૂક કરવામાં આવી છે.ટ્રમ્પે સોમવારે અમેરિકાની સેનેટને રેડ્ડીનું નામાંકન મોકલી આપ્યું હતું, એમ વ્હાઇટ હાઉસ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.અગાઉ રેડ્ડીએ એ જ જિલ્લા અદાલતના ભૂતપૂર્વ જજ બ્રેટ કવાનાદ્ય માટે કલાર્ક તરીકે કામ કર્યું હતું.રેડ્ડી હાલ ઈસ્ટરન ડિસ્ત્રી કટ ઓફ ન્યૂયોર્ક માટે યુએસ એટર્ની ઓફિસમાં ડેપ્યુટી ચીફ ઓફ જનરલ ક્રાઇમ તરીકે ફરજ બજાવી રહ્યાં છે.અગાઉ તેઓ જૂન ૨૦૧૮થી જાન્યુઆરી ૨૦૧૯ દરમિયાન ઇન્ટરનેશનલ નાર્કોટિકસ એન્ડ મનીલોન્ડ રિંગના ડેપ્યુટી ચીફતરીકે અને વર્ષ ૨૦૧૬થી વર્ષ ૨૦૧૯ દરમિયાન કાઙ્ખમ્પ્યુટર હેકિંગ એન્ડ ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી કોર્ડીનેટોર તરીકે કાર્યરત હતાં. પ્રતિષ્ઠિત હાવર્ડ લો સ્કૂલમાંથી સ્નાતકની ડીગ્રી મેળવી હતી.

(12:53 pm IST)