Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

અહેમદનગરમાં ઓનર કિલિંગ:પુત્રી અને તેના પતિને પેટ્રોલ છાંટી જીવતા સળગાવ્યા

-આંતર જાતીય વિવાહ કરતા યુવતીના પિતા અને બે કાકાઓએ બાળી મુક્યા : પત્નીનું મોત ; પતિ ગંભીર

મહારાષ્ટ્રના અહેમદનગરમાં ઓનર કિલિંગનો એક મામલો બહાર આવ્યો છે પોલીસના જણાવ્યાં મુજબ ઓનર કિલિંગની આ ઘટના પરનાર તાલુકાના નિઘોઈ ગામમાં બની છે  અહીં એક પરિવારે કથિત રીતે પોતાની પુત્રી અને તેના પતિને પેટ્રોલ છાંટીને જીવતી બાળી મૂક્યાં. કહેવાય છે કે આ નવપરણિત કપલે આંતરજાતિય વિવાહ કર્યાં હતાં જેના પર પરિવાર નારાજ હતો

પોલીસના જણાવ્યાં મુજબ પીડિતા રુકમણી રણસિંહ અને પતિ મંગેશ રણસિંહને પેટ્રોલ છાંટીને યુવતીના પિતા અને બે કાકાઓએ બાળી મૂક્યો હતો. આ ઘટનામાં પતિ-પત્ની ગંભીર રીતે ઘાયલ થયા હતાં. યુવતી 70 ટકા બળી ગઈ હતી જેનું રવિવારે રાતે મોત થયું. જ્યારે પતિની હાલત ગંભીર છે.

  પોલીસે ઘટનાના આરોપી રૂક્મણીના બે કાકા સુરેન્દ્ર અને ઘનશ્યામની ધરપકડ કરી લીધી છે. જ્યારે મૃતકના પિતા રામ ભારતીય ફરાર છે અને તેની તલાશ ચાલુ છે. પોલીસે જણાવ્યું કે ઘટનાની તપાસ થઈ રહી છે. 

(1:03 am IST)