Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

ઈરાન પાસેથી સસ્તા ક્રૂડની આયાત અટકાવતા ભારતને થતા નુક્શાનના ભરપાઇંની ખાતરી શક્ય નથી : અમેરિકા

અમેરિકામાં ક્રુડનો વેપાર ખાનગી ઉદ્યોગપતિના હાથમાં હોવાથી ભારતને સસ્તા ક્રૂડ આપવા ફરજ પાડી શકે નહીં

નવી દિલ્હી ;અમેરિકાએ ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલની આયાતની છૂટ સમાપ્ત કરતા ભારતે ઈરાનથી સસ્તા ક્રૂડની આયાત બંધ કરી છે ત્યારે અમેરિકાએ કહ્યું કે, તે ભારતને ઇરાન પાસેથી સસ્તામાં મળતા તેલની આયાતને રોકવાથી થનારા નુકસાનની ભરપાઇ માટે ભારતને ક્રુડ ઓઇલ સસ્તામાં આપવાની ખાતરી આપી શકે નહીં

  અમેરિકાનાં વાણીજ્ય મંત્રી વિલબર રોસે અહીં પત્રકારોને જણાવ્યું કે, અહીં ક્રુડ ઓઇલનો વ્યાપાર ખાનગી ઉદ્યોગપતિઓનાં હાથમાં છે માટે સરકાર તેમને સસ્તા દર પર ક્રુડ વેચવા માટે ફરજ પાડી શકે નહી. અમેરિકા દ્વારા ઇરાન પર લગાવાયેલા પ્રતિબંધથી મળી રહેલ છુટને સમાપ્ત થયા બાદ ભારતે આ મહિનાથી ઇરાન પાસેથી તેલ મંગાવવાનું બંધ કરી દીધું છે. 

    ઇરાનથી ક્રુડ ઓઇલ મંગાવવું ભારતીય કંપનીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. ઇરાન ખરીદદારોને ચુકવણી માટે 60 દિવસનો સમય આપે છે. આ સુવિધા અન્ય વિકલ્પો સઉદી અરબ, કુવૈત, ઇરાક, નાઇજીરિયા અને અમેરિકા સાથે ઉપલબ્ધ નથી.

  રોસે નાણામંત્રી અરૂણ જેટલી સાથે મુલાકાત કર્યા બાદ પત્રકારોને જણાવ્યું કે, ઇરાન એક સમસ્યા છે. જો તમે આતંકવાદીઓની હાલની ઘટનાઓને જોઇ હસે અને અમે દરેક એવું પગલું ઉઠાવવું જોઇે જે આપણે આતંકવાદની વિરુદ્ધ ઉઠાવી શકીએ છીએ. ભારતમાં અમેરિકાનાં રાજદુત કેનેથ જસ્ટરે કહ્યું કે, અમેરિકા કાચા તેલનાં પુરતુ પ્રમાણ સુનિશ્ચિત કરવા માટે સાઉદી અરબ સહિત અન્ય દેશોની સાથે કામ કરી રહ્યું છે. 

  અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત ચીન બાદ ઇરાન બાદ ક્રુડ ઓઇલનો બીજો સૌથી મોટો ખરીદદાર છે. ગત્ત નાણાકીય વર્ષમાં ભારતે ઇરાનથી 240 લાખ ટન ક્રુડ ઓઇલ આયાત કર્યું હતું. આ ભારતની કુલ જરૂરિયાત 10 ટકા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકા દ્વારા ઇરાન પર તમામ પ્રકારના પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે.

 

(12:53 am IST)