Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

જો દમ હોય તો નામદાર બોફોર્સ મુદ્દે મેદાનમાં આવે :વડાપ્રધાન મોદીએ કોંગ્રેસને ફેંક્યો પડકાર

નામદાર પરિવાર અને તેના ચેલા ચપાટીયામાં હિંમત હોય તો બોફોર્સ મુદ્દા પર મેદાનમાં આવે

 

નવી દિલ્હી ;વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઝારખંડમાં કોંગ્રેસ ઉપર અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર કર્યો છે. પીએમ મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીનું નામ લીધા વગર કહ્યું હતું કે દમ છે તો નામદાર બોફોર્સના મુદ્દા પર મેદાનમાં આવી જાય. હું નામદારના પરિવાર અને તેમના ચેલા-ચપાટિયોને પડકાર આપું છું કે જો હિંમત છે તો પૂર્વ પીએમ જેની ઉપર બોફોર્સનો આરોપ છે, તે મુદ્દા ઉપર મેદાનમાં આવે.

 

  વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના લોકો જેટલા રડશે તેટલી જૂની હકીકત આજની પેઢીને ખબર પડશે. વીસમી સદીમાં દેશને કેવી રીતે એક પરિવારે લુટ્યો હતો. 21મી સદીના યુવાનોને ખબર પડવી જોઈએ. નામદાર અને તેમના સાથી અમર્યાદિત ભાષામાં તેને રોજ ગાળો આપી રહ્યા છે. મેં એક સભામાં જૂના બોફોર્સના ભ્રષ્ટાચારને યાદ કરાવ્યો તો તોફાન આવી ગયું. કેટલાક લોકોના પેટમાં એટલું દર્દ થયું કે બસ હવે રડવાનું બાકી રહ્યું છે.

પીએમે કહ્યું હતું કે દેશ સ્થાયી અને મજબૂત સરકાર ઇચ્છે છે રિમોટથી ચાલનાર પ્રધાનમંત્રી નથી ઇચ્છતા. લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં મહાગઠબંધનના મહામિલાવટી હાથ-પગ લડખડાવી રહ્યા છે.

પીએમે કહ્યું હતું કે હું દાવો કરતો નથી કે મેં કોંગ્રેસના 70 વર્ષના બધા અન્યાયને ખતમ કરી નાખ્યા છે પણ અન્યાયને ઓછા કરવામાં સફળ રહ્યો છું. પાંચ વર્ષ પહેલા ઝારખંડની ચર્ચા કોલસા કૌભાંડ, રાજનીતિક અસ્થિરતા અને નક્સલી હુમલા માટે થતી હતી. આજે ઝારખંડની ચર્ચા ગામે-ગામમાં મહિલા સશક્તિકરણ, સખી મંડળો અને સશક્ત થઈ રહેલી બહેનો માટે થઈ રહી છે.

(10:32 pm IST)