Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

શ્રીલંકામાં ફરીવાર કોમી તોફાનો : મુસ્લિમ સમુદાયોના ઘર દુકાનો અને વાહનો પર હુમલા :તણાવભર્યો માહોલ

ચર્ચની ખ્રિસ્ત-મુસ્લિમ સમુદાયને સંપ માટેની અપીલ: તોફાનો કરનારની તપાસ શરૂ

શ્રીલંકામાં વિસ્ફોટો બાદ ત્યાં સ્થિતિ વધુ તણાવપૂર્ણ બની રહી છે. શ્રીલંકાની સેનાઓ દ્વારા એક તરફ આતંકીઓનો સફાયો કરવા માટે અનેક ઠેકાણાઓએ નષ્ટ કરાયા છે બીજી તરફ ખ્રિસ્તી અને મુસ્લિમ સમુદાય વચ્ચે તકરારનો બનાવ બન્યો હતો.આ તકરારે બાદમાં તોફાનનું સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે સ્થિતિ પર કાબૂ મેળવવા માટે કફર્યુ લદાયો હતો. સૂત્રો અનુસાર મુસ્લિમ સમુદાયના ઘર, દુકાનો અને વાહનો પર હુમલો કરવામાં આવ્યો હતો. જો કે અત્યારસુધી જાનહાનિના કોઇ સત્તાવાર સમાચાર મળ્યા નથી.

   તોફાનો જેવી સ્થિતિ બાદ શ્રીલંકાના રોમ કેથલિક ચર્ચને લોકોને શાંત રહેવા માટે અપીલ કરી છે. તે ઉપરાંત સરકારને પણ કેટલાક વિસ્તારોમાં શરાબ પર પ્રતિબંધ ફરમાવવાની અપીલ કરી છે. તદુપરાંત ખ્રિસ્તી અને મુસ્લિમ સમુદાય વચ્ચે એકતા અને શાંતિ બની રહે તેવી પણ ચર્ચના આર્કબિશપે અપીલ કરી હતી
   એક પોલિસ અધિકારી અનુસાર તોફાનોને ઉત્તેજન આપવામાં જે લોકોની સક્રિય ભૂમિકા છે તે લોકોની હાલ સીસીટીવી ફૂટેજથી ખરાઇ કરવામાં આવી રહી છે. તે સિવાય સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં તોફાનના ફૂટેજ દર્શાવાયા છે. જેમાં લોકોના ટોળાને મુસ્લિમ સમુદાયના લોકોના ઘરો પર પથ્થર ફેંકતા જોઇ શકાય છે. તે ઉપરાંત તેના વાહનોને પણ નુકસાન પહોંચાડાઇ રહ્યું છે તેવું જોઇ શકાય છે.

(8:59 pm IST)