Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

ભાજપને સ્પષ્ટ બહુમતી મળશે નહીં : રામ માધવ

એક બે સીટ ઓછી થઈ શકે છે

જમ્મુ, તા.૬ : ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા રામ માધવે આજે નિવેદન કરતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી નહીં મળે તો પણ આ પાર્ટી બહુમતીથી એક બે સીટ દુર રહી જશે. સાત તબક્કામાં ચાલી રહેલી લોકસભાની ચુંટણીના અંતિમ બે સપ્તાહમાં ગઠબંધનની સંભાવના પ્રથમ વખત વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય જનત પાર્ટીના નેશનલ જનરલ સેક્રેટરી રામ માધવે કહ્યું હતું કે ૫૪૩ સીટોની સંસદમાં સ્પષ્ટ બહુમતીથી એક બે સીટ દુર રહી શકે છે. રામ માધવે કહ્યું હતું કે નાણા મંત્રી અરૂણ જેટલી અને પક્ષ પ્રમુખ અમિત શાહ પણ જાહેરમાં કહી ચુક્યા છે કે પાર્ટી બહુમતી મેળવી લેશે પરંતુ રામ માધવના નિવેદન અલગ દેખાઈ રહ્યા છે. તેમણે કહ્યું છે કે એનડીએને બહુમતી મળવાની શક્યતા પુરી દેખાઈ રહી છે. પાર્ટી ઉત્તર ભારતના રાજ્યોમાં ૨૦૧૪માં જોરદાર સપાટો બોલાવ્યા બાદ આ વખતે સંભવિત નુકસાનની ભરપાઈ પૂર્વીય રાજ્યો બંગાળ અને ઓરિસ્સા મારફતે કરી લેશે.

(7:23 pm IST)