Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

મુકેશ અંબાણીના ઘરમાં કામ કરે છે ૬૦૦ જેટલા નોકરઃ દરેકનો મહિને પગાર ૧ લાખ

નોકરોને વીમા સહિતના લાભઃ લેખિત ટેસ્ટ બાદ થાય છે નિમણુક

નવી દિલ્હી, તા.૬ :  એશિયાના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીનું ફોર્બ્સ મેગેજીનની યાદીમાં દુનિયાભરના અરબોપતિમાં ૧૩માં સ્થાને છે. પરંતુ શું તમે કયારેય વિચાર્યું છે કે મુકેશ અંબાણીના નોકરનો સેલરીનો પગાર કેટલો છે અને તેમનું સિલેકશન કેવી રીતે થાય છે? મુકેશ અંબાણીના નોકરોનો પગાર ખૂબ વધુ છે પરંતુ ત્યાં સુધી પહોંચવું દરેકનું કામ નથી. તો આવો જાણીએ કે મુકેશ બંબાણીની નોકરોની પસંદગી કેવી રીતે થાય છે અને તેની સેલરી કેટલી છે.

આટલા કમાઇ છે અંબાણીના નોકર

તમને જણાવી દઇએ કે ઘરમાં લગભગ ૬૦૦ નોકર છે. અંબાણીના નોકરોની સેલરી જાણીને તમારું પણ મન કરશે કે તમને પણ અંબાણીના ઘરે કામ કરવાની તક મળે. તેમના ઘરમાં એક નોકરનો દર મહિને લાખ રૂપિયા આપવામાં આવે છે. આ ઉપરાંત તેમને ઇંશ્યોરેન્સ જેવી સુવિધાઓ પણ મળે છે. મુકેશ અંબાણીના દ્યર એંટીલિયા દુનિયાના સૌથી મોંધા દ્યરમાંથી એક છે. એટલા માટે દર મહિને  નોકરોને બે લાખ રૂપિયા પગાર આપવો મુકેશ અંબાણી માટે કોઇ મોટી વાત નથી. પરંતુ ત્યાં સુધી પહોંચવું એટલું સરળ નથી.

આ રીતે થાય છે નોકરોની પસંદગી

મુકેશ અંબાણીના ઘરે કામ કરવા માટે તમારામાંથી એક નહી પરંતુ અનેક યોગ્યતા હોવી જોઇએ. તમારી યોગ્યતા અને કઠીન પરીક્ષા બાદ જ તમને મુકેશ અંબાણીના દ્યરમાં કામ કરવાની તક મળશે. તમને જણાવી દઇએ કે તેમને કોઇ સામાન્ય નોકરોની માફક રાખી લેવામાં આવતા નથી. એક કંપનીની માફક નોકરોએ પહેલાં ઇન્ટરવ્યૂં લેવામાં આવે છે અને તેમની લેખિત પરીક્ષા લેવામાં આવે છે. આ લેખિત ટેસ્ટને જે પાસ કરીલે, તેમને ઇન્ટરવ્યૂંના આગામી રાઉન્ડ માટે સિલેકટ કરવામાં આવે છે. હવે નોકરોનો મેડિકલ ટેસ્ટ થાય છે. આ ટેસ્ટમાં જો કોઇ અનફિટ સાબિત થાય છે તો તેને નોકરીની લાયક ગણવામાં આવતો નથી.

આ રીતે થાય છે

મુકેશ અંબાણીના શેફની પસંદગી

મુકેશ અંબાણીના શેફની વાત કરીએ તો તમને સાંભળીને આશ્ચર્ય થશે કે તેમને ઓબરોય હોટલમાંથી મંગાવવામાં આવે છે. જોકે આ બિઝનેસમેન મુકેશ અંબાણી માટે કોઇ મોટી વાત નથી. તમને જણાવી દઇએ કે આ શેફને વિશ્વનું દરેક પ્રકારનું જમવાનું બનાવતાં આવડતું હોય છે. મુકેશ અંબાણીના પરિવારને સાઉથ ઇન્ડીયન જમવાનું વધુ પસંદ છે. જોકે તેમના દ્યરમાં દરેક પ્રકારનું જમવાનું બને છે. મુકેશ અંબાણીને જયારે કોઇ નોકરીની જરૂર હોય છે, તો તે સમાચાર પત્રમાં વેકેન્સીની જાહેરાત આપે છે. એટલું જ નહી, મુકેશ અંબાણીના ડ્રાઇવરની પસંદગી વધુ કઠીન રીતે કરવામાં આવે છે. 

આ રીતે થાય છે ડ્રાઇવરની નિમણૂક

સૌથી અમીર એશિયાઇના ડ્રાઇવરની પસંદગી વિધિવત રીતે કરવામાં આવે છે. મુકેશ અંબાણીના ડ્રાઇવરની પસંદગી કરવા માટે પ્રાઇવેટ કંપનીઓને કોન્ટ્રાકટ આપવામાં આવે છે. આ કંપનીઓને ડ્રાઇવરની પસંદગી માટે સંપૂર્ણ જવાબદારી આપવામાં આવે છે. સૌથી પહેલાં આ વાતની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે કયાંક પસંદગી કરવામાં આવેલ ડ્રાઇવરનું કોઇ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ તો નથી. આ કંપનીઓ ડ્રાઇવરને ટ્રેનિંગ આપે છે, ત્યારબાદ ડ્રાઇવરને દ્યણા પ્રકારની કઠીન પરીક્ષાઓનો સામનો કરવો પડે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા બાદ ડ્રાઇવરની નિમણૂંક થાય છે.

(4:15 pm IST)