Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

ભાજપ સરકારમાં રાજયમંત્રીના દરજ્જો પ્રાપ્ત થયેલ બે નેતા કોંગ્રેસમાં

ભોપાલ,તા.૬: કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયોતિરાદિત્ય સિંધિયાની મુરૈના શ્યોપુર સંસદીય વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર રામનિવાસ રાવતના સમર્થનમાં આજે મધ્યપ્રદેશના શ્યોુપુર જીલ્લામાં આયોજીત બે ચુંટણી સભા દરમિયાન ભાજપ સરકારમાં રાજયમંત્રીનો દરજજો પ્રાપ્ત રહેલ બે નેતા કોંગ્રેસમાં સામેલ થઇ ગયા છે.

સિંધિયાએ જણાવ્યું હતું કે વિજયપુરના બે વાર ભાજપના ધારાસભ્ય અને રાજયમંત્રીનો દરજજો પ્રાપ્ત બાબુલાલ મેવરા કોંગ્રેસમાં સામેલ થયા છે. તેઓ ૫૦ વર્ષથી ભાજપના સભ્ય રહ્યાં છે પરંતુ આ વખતે ટિકીટ નહીં મળતા છ મહીના પબેલા વિધાનસભા ચુંટણી બસપાથી લડયા હતાં જયારે આદિવાસી નેતા મુકેશ મલ્હોત્રા પણ ભાજપ છોડી કોંગ્રેસમાં સામેલ થયા છે. મલ્હોત્રા ભાજપના શિવરાજ સરકારમાં સહરિયા અભિકરણના રાજયમંત્રીનો દરજજો પ્રાપ્ત અધ્યક્ષ રહ્યાં છે સિધિયાએ આ પ્રસંગ પર બંન્ને જગ્યાએ જાહેરસભા કરી અને મોદી સરકાર પ્રહારો કર્યા હતાં અને કોંગ્રેસના જીતાડવાની અપીલ કરી.

(4:07 pm IST)