Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

ચૂંટણી પરિણામ બાદ નિફટીમાં ભારે ઉછાળાની સંભાવના

મુંબઇ,તા.૬: લોકસભા ચુંટણીના પરિણામ સકારાત્મક આવવા પર દેશના શેર બજારમાં જોરદાર તેજી આવવાની સંભાવના છે.

ટેકિનકલ ચાર્ટ નિષ્ણાંતોનું માનવામાં આવે તો ૨૦૦૯માં સંયુકત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકારના બીજીવાર સત્તામાં આવવા પર જે પ્રકારે શેર બજાર ગુલજાર થયું હતું તેવું જ આ વખતે પણ ચુંટણી પરિણામ બજારમાં આશા અનુસાર આવવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને નિફટમાં જબરજસ્ત ઉછાળ આવી શકે છે.

એજેલ બ્રોકિંગના ટેકિકલ એન્ડ ડેરિવેટિવ્સ એનાલિસ્ટ સમીચ ચવ્બાણે જણાવ્યું હતું કે ચુંટણી દરમિયાન ગત કેટલાક સુત્રોમાં સારા ઉછાળ જોવા મળ્યો પરંતુ તેડી વાસ્તવમાં ચુંટણી પ્રારંભ થવાના કેટલાક દિવસો પહેલા બની હતી.  ૨૦૦૯માં પણ આ રીતની નબળાઇ જોવા મળી હતી જેવી ગત કેટલાક દિવસોથી જોવા મળી રહી છે.

ચવ્હાણે કહ્યું હતું કે આ સમયે નિફટમાં ૧૧,૫૪૯ પર સપોર્ટ છે અને ચુંટણી સકારાત્મક પરિણામ આવવા પર આગળ તેમાં ૧૨,૨૦૦ અને ૧૨,૪૦૦ સુધીનો ઉછાળ આવી શકે છે. એચડીએફસી સિકયુરિટીજના દીપક જસાનીનું માનવુ છે કે ચુંટણી પરિણામ આવવા પર નિફટીમાં ૧૨,૧૦૦ સુધીનો ઉછાળ આવી શકે છે. લેહમન બ્રધર્સમાં આવેલ સંકટના કારણે ૨૦૦૯માં નિફટીમાં ૫૧ ટકાનો ઘટાડો આવ્યો હતો.જયારે આ વર્ષ નિફટીશિખરથી ૧૫ ટકા નીચે છે.

(4:06 pm IST)