Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

ભોપાલમાં શિવરાજની અજીબોગરીબ લાલટેન યાત્રા : કોંગ્રેસ આવી ને વીજળી ગઇ

ભોપાલ, તા. ૬ :  મધ્યપ્રદેશમાં સતત થઇ રહેલા વિજળી કાપથી આખું રાજય પરેશાન છે. આ વખતની ચૂંટણીમાં વિજળીએ મુખ્ય મુદ્દો બની ગયો છે. આ દરમિયાન ભોપાલમાંૈ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહે પોતાના ટેકેદારો સાથે ખભા પર ફારસ મુકીને વિજ કાપના વિરોધમાં ''લાલટેન યાત્રા'' કાઢી હતી. યાત્રા દરમ્યાન ચૌહાણે કહ્યું ''જયારથી કોંગ્રેસ સત્તા પર આવી છે ત્યરથી વિજળી ચાલી ગઇ છે. આ આપણને બંટધાર યુગ (કોંગ્રેસના મુખ્યમંત્રી દિગ્વીજયસિંહના શાસન) ની યાદ અપાવે છે. જયારે વિજકાપ નિયમિત રીતે આપવામાં આવતો હતો.''

 તેમણે કહ્યું કે કમલનાથ જયારે પોતાના મતદાન કેન્દ્ર પર મતદાન કરવા ગયા ત્યારે વિજળી જતી રહી હતી જેનાથી આપણને રાજયમાં વિજળીની સ્થિતિનો અંદાજ આવે છે. કોંગ્રેસ સરકાર આ બાબતે કંઇ કામ કરવાના બદલે ભાજપા પર દોષ લગાવી રહી છે. પહેલાનો યુગ હવે પાછો આવી ગયો છે. શિવરાજે જણાવ્યું કે ફાનસ અંધકાર યુગનું પ્રતિક છે એટલે જ અમે લાલટેન યાત્રા કાઢી છે જેથી પ્રજા જાગૃત થાય.

(3:53 pm IST)