Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

કાશ્મીરમાં પથ્થરબાજને જીપ સાથે બાંધી ફેરવનાર ગોગોઇની સિનીયોરીટી ૬ મહિના ઘટાડી નાખી

નવી દિલ્હી તા. ૬ : કાશ્મીરમાં પથ્થરબાજને જીપ સાથે બાંધીને ચર્ચામાં આવેલા મેજર ગોગોઈની વરિષ્ઠતા છ મહિના માટે ઘટાડી નાખવામાં આવી છે. તેમને ઘાટીમાંથી હટાવવાનો પણ નિર્ણય લેવાયો છે. આ સજા તેમને સ્થાનિક મહિલા સાથે મિત્રતા રાખવાના મામલામાં ફટકારવામાં આવી છે.

સૈન્ય અધિકારીઓએ જણાવ્યું કે કોર્ટમાર્શલમાં ગોગોઈ અને તેના ચાલક સમીર મલ્લાને બે આરોપો (નિયમોથી વિપરિત સ્થાનિક મહિલા સાથે દોસ્તી અને અભિયાન ક્ષેત્રમાં તૈનાતી છતાં ડયુટી સ્થળથી દૂર રહેવા)માં દોષિત ઠેરવવામાં આવ્યા છે. અધિકારીએ કહ્યું કે ૨૩ મે-૨૦૧૮માં હોટેલમાં સ્થાનિક મહિલા સાથે પકડાઈ ગયા બાદ ફેબ્રુઆરીમાં તેમના વિરુદ્ઘ 'સમરી ઓફ એવીડેન્સ' પૂરી થયા બાદ કોર્ટ માર્શલની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. સેના હેડકવાર્ટર દ્વારા પ્રક્રિયાની સ્પષ્ટતા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

(3:52 pm IST)