Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

છેલ્લી ચૂંટણીમાં ભાજપે પ૧ બેઠક પૈકીની ૩૯ જીતી હતી

પાંચમા તબક્કાની ચૂંટણી ભાજપ માટે ઉપયોગી : ભાજપને છેલ્લી ચૂંટણીમાં મળેલી સફળતાનું પુનરાવર્તન કરવાની અને કોંગ્રેસને આ સીટ પર દમ દેખાડવાની તક

નવી દિલ્હી,તા.૬: લોકસભાની ચૂંટણીના પાંચમાં તબક્કા માટે આજે મતદાનની શરૂઆત થઇ હતી. મતદાન શરૂ થતાની સાથે જ તમામ ઉમેવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. આજના મતદાનની સાથે જ હવે રાજસ્થાન અને જમ્મુ કાશ્મીરમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઇ છે. છેલ્લી ૨૦૧૪માં યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ આ તબક્કામાં રહેલી કુલ ૫૧ સીટો પૈકી ૩૯ સીટ પર સપાટો બોલાવ્યો હતો. મોદી લહેર વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ મોટા ભાગની સીટો જીતી લીધી હતી. ભારતીય જનતા પાર્ટીએ આ તબક્કામાં ૩૯ સીટો જીતી હતી. જ્યારે કોંગ્રેસને માત્ર બે સીટો મળી હતી. ટીએમસીને તમામ સાતેય સીટો મળી હતી. એટલે કે મોદી લહેર હોવા છતાં તેની અસર બંગાળમાં નજરે પડી ન હતી. આ વખતે બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતી મજબુત દેખાઇ રહી છે. ભારતીય જનતા પાર્ટીએ તમામ તાકાત બંગાળમાં લગાવી દીધી છે.

કેટલીક એવી સીટો રહેલી છે જે દર વખતે મિજાજ બદલે છે. આ સીટોમાં ભરતપુર, દૌસા, ગંગાનગર, જયપુરજેવી રાજસ્થાનની સીટોનો સમાવેશ થાય છે. આવી જ રીતે મધ્યપ્રદેશની હોશંગાબાદ સીટ પણ સામેલ છે. બિહારમાં હાજીપુરની સીટ પણ આવી જ રહેલી છે. બીજી બાજુ કેટલીક સીટો ગઢ તરીકે રહેલી છે. જેમાં અલવર, બિકાનેર, ચુરુનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશની દમોહ, બજુરાહો, સતનાનો સમાવેશ થાય છે. ઉત્તરપ્રદેશની અમેઠી, લખનૌ અને રાયબરેલી સીટો એવી છે જે પણ વિશ્વાસપાત્ર સીટો છે. જ્યાંથી વર્ષોથી એક જ ઉમેદવારો જીતે છે. પાંચમાં  તબક્કાની ચૂંટણીમાં મેદાનમાં રહેલા કુલ ઉમેદવારો પૈકી તમામની સરેરાશ સંપત્તિ ૮.૭૪ કરોડની આસપાસ નોંધાઇ છે. ભાજપના ૭૯ ટકા ઉમેદવારોની પાસે કરોડોની સંપત્તિ છે. પાંચમાં તબક્કામાં મેદાનમાં રહેલા ઉમેદવારો પૈકી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ ૬.૯૧ કરોડ રૂપિયા છે.

જુદા જુદા ક્ષેત્રોની બેઠક પર તમામ તાકાત સંબંધિત પાર્ટીના ઉમેદવારો દ્વારા લગાવી દેવામાં આવી છે. તબક્કાની ચૂંટણીમાં મેદાનમાં રહેલા કુલ ઉમેદવારો પૈકી તમામની સરેરાશ સંપત્તિ ૮.૭૪ કરોડની આસપાસ નોંધાઇ છે. ભાજપના ૭૯ ટકા ઉમેદવારોની પાસે કરોડોની સંપત્તિ છે. પાંચમાં તબક્કામાં મેદાનમાં રહેલા ઉમેદવારો પૈકી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ ૬.૯૧ કરોડ રૂપિયા છે.

ર૦૧૪માં સ્થિતી શું હતી ભાજપે ૩૯ સીટો જીતી હતી

નવી દિલ્હી, તા. ૬: લોકસભા ચૂંટણીના  પાંચમા તબક્કામાં આજે મતદાન શરૂ થયુ છે. છેલ્લે વર્ષ ૨૦૧૪માં લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ આ તબક્કાની ૫૧ સીટો પર સપાટો બોલાવ્યો હતો. છેલ્લા તબક્કાની ચૂંટણીનુ ચિત્ર નીચે મુજબ છે.

પાંચમા તબક્કામાં સીટો............................ ૫૧ સીટ

ભાજપે જીતેલી સીટ......................................... ૩૯

કોંગ્રેસે જીતેલી સીટો......................................... ૦૨

રાલોસપાને મળેલી સીટો.................................. ૦૨

ટીએમસીને મળેલી સીટો.................................. ૦૭

પીડીપીને મળેલી સીટો..................................... ૦૧

(3:34 pm IST)