Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

પીએમ જૂઠાણાની સુનામીમાં ડૂબી જશેઃ નવજોતના ચાબખા

જે ઝડપે ગંગા સાફ થઇ રહી છે તે જોતા ગંગા ૨૦૦ વર્ષે સાફ થશેઃ સુપ્રીમને ટાંકી

નવીદિલ્હી, તા.૬: કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ઘુએ ભાજપ પર મોટો હુમલો કર્યો છે. સોમવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી તેઓએ કહ્યું કે પીએમ મોદી એક  ફીકા પકવાનની જેમ છે. તેઓએ કોંગ્રેસની તુલના અરબી દ્યોડા સાથે કરી તો બીજી તરફ બીજેપીને પ્રિન્સ ચાર્લ્સના ઘોડા સાથે તુલના કરી. તેઓએ કહ્યું કે ભાજપ આ વખતે જૂઠાણાની લહેર ચલાવી રહ્યું છે.

સિદ્ઘુએ કહ્યું કે, પાંચ વર્ષમાં ગંગા બિલકુલ પણ સ્વચ્છ નથી થઈ. કોઈને નોકરીઓ નથી આપવામાં આવી, માત્ર કાગળો પર દર્શાવવામાં આવ્યું છે. સિદ્ઘુએ વધુમાં કહ્યું કે, પીએમ માત્ર દર્શન આપે છે, તેઓ પોતાની જ જૂઠાણાની લહેરમાં ડૂબશે. આજે જો જોવામાં આવે તો વારાણસીમાં ગંગા સૌથી વધુ ગંદી થઈ ગઈ છે. સિદ્ઘુએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે ટાંકયું છે કે જે સ્પીડે મોદી સરકાર ગંગા નદીને ચોખ્ખી કરી રહી છે, તો ગંગાને ચોખ્ખી કરતાં ૨૦૦ વર્ષ લાગશે.

સિદ્ઘુએ કહ્યું કે, ડિજિટલ ઈન્ડિયા દ્વારા ૨.૫ લાખ ગામોને તેનો ફાયદો મળવાનો હતો. પરંતુ હકીકતમાં માત્ર ૧.૧૦ લાખ ગામોમાં માત્ર કેબલ પહોંચ્યા છે, જેમાં ૨ ટકા ગામોમાં ઇન્ટરનેટ કનેકશન પણ નથી.

(3:33 pm IST)