Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

સ્કોર્પીન કલાસ સબમરીન આઈએનએસ વેલા તરતી મૂકાઈઃ નેવીની તાકાતમાં વધુ એક શસ્ત્ર ઉમેરાયુ

એન્ટી સરફેસ વોરફેર, એન્ટી સબમરીન વોરફેર, ગુપ્ત માહિતી એકઠી કરવા, માઈન્સ ગોઠવવા તથા એરિયા સર્વિલાંસ માટે સક્ષમ

મુંબઈઃ ભારતીય નેવીએ સોમવારે મઝગાંવ ડોક લિમિટેડ (MDL)માં ચોથી સ્કોર્પીન કલાસ સબમરીન વેલા લોન્ચ કરી.પ્રોજેકટ ૭૫ અંતર્ગત ભારત છ સબમરીન તૈયાર કરી રહ્યું છે. બાકીની બે સબમરીન INS વાગરી અને INS વાગશીર પરનું કામ એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગયું છે. જેને પણ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે.

મુંબઈ સ્થિત મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ અને ફ્રાંસની કંપની નેવલ ગ્રુપ (ડીસીએનએસ)ના સહયોગથી સ્કોર્પીન કલાસ સબમરીનના પ્રોજેકટ પર કામ ચાલી રહ્યું છે. બંને કંપનીઓ વચ્ચે ૬ સબમરીન તૈયાર કરવા માટે ૨૦૦૫માં કરાર થયો હતો. જે અંતર્ગત તમામ સબમરીન મુંબઈમાં જ તૈયાર થઈ રહી છે.

આ ૬ સબમરીન નેવીમાં સામેલ થતા તેની તાકાતમાં વધારો થશે. આ તમામ સ્કોર્પીન સબમરીન એન્ટી સરફેસ વોરફેર, એન્ટી સબમરીન વોરફેર, ગુપ્ત માહિતી ભેગી કરવા, માઈન્સ ગોઠવવા અને એરિયા સર્વિલાંસ જેવા કામ કરી શકે છે.

પ્રોજેકટ ૭૫ અંતર્ગત નેવીને પહેલી સબમરીન ગત વર્ષે ડિસેમ્બરમાં મળી હતી. સ્કોર્પીન કલાસની પહેલી સબમરીનનો નામ ત્ફલ્ કલવરી છે. રિપોટ્સ INS ખંડેરી (જાન્યુઆરી ૨૦૧૭) અને INS કરંજ (૩૧ જાન્યુઆરી ૨૦૧૮) પહેલાં જ ભારતીય નેવીમાં સામેલ કરાઈ છે. આ બંને એડવાન્સ સ્ટેજની સબમરીન છે, જેનાથી નેવીની તાકાતમાં વધારો થયો છે

(3:31 pm IST)